Abtak Media Google News

કલમ ૩૭૦ની નાબૂદી ભારતની આંતરિક બાબત: યુરોપિયન યુનિયન

જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની સમાપ્તિ બાદ પ્રથમવાર યુરોપિયન યુનિયન સિલેક્ટ સંસદ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. બુધવારે તેમણે જણાવ્યું હતું કે, દેશ અત્યારે આંતકવાદ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે અમે તેની પડખે છીએ  પત્રકાર પરિષદ યોજીને બે દિવસની મુલાકાતના અંતિમ દિવસે સભ્યોની ટીમ વિસ્તારની મુલાકાત લઈને પશ્ચિમ બંગાળના પાંચ મજૂરોને  મંગળવારે આતંકવાદીઓએ ગોળીએ દીધા હતા તે ઘટનાને વખોડી હતી. જો અમે કલમ ૩૭૦ની વાત કરતા હોય તો તે ભારતની આંતરિક બાબત છે અમારાથી વૈશ્વિક આતંકવાદની સમસ્યા નજર અંદાજ ન કરી શકાય.

વિશ્વ અત્યારે આંતકવાદ સામે ઝઝૂમી રહ્યું છે તેની સામે આક્રમક વલણ અપનાવે તેમાં કંઈ ખોટું નથી યુરોપિયન યુનિયનના સાંસદે જણાવ્યું હતું કે સેના અને પોલીસ ની સાથે સાથે યુવા કાર્યકરો વિશ્વ માટે અત્યારે શાંતિના આદર્શ મસીહા બની ગયા છે કે પોતાની મુલાકાતની ફલશ્રુતિ અંગે જણાવ્યું હતું કે પહેલી નજરે જ કાશ્મીરની પરિસ્થિતિ કલમ ૩૭૦ હટાવ્યા બાદ સુધરી છે તે આંખો ઉઘાડનારી બાબત છે અમે યુરોપની જે જગ્યાએથી આવ્યા છે ત્યાં વર્ષો પછી શાંતિ આવી છે ને અમે આવી શાંતિ ભારતમાં જોવા જઈએ છીએ ભારત પણ વિશ્વનું સૌથી વધુ શાંત દેશ બની રહે અને તેના માટે  અમારે ભારતની પડખે ઉભુ રહેવાની જરૂર છે ત્યારે અમે વૈશ્વિક આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પડખે અમારી આ મુલાકાત વિશ્વ માટે આ કરનારી બની રહેશે અમે કાશ્મીરમાં સંપૂર્ણપણે ગ્રાઉન્ડ ઝીરોના તબક્કા શાંતિ માટેની હિમાયત કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની નાબૂદી પછી ઉચ્ચ સ્તરીય વૈશ્વિક સ્તરના મુલાકાતીઓની આ પ્રથમ પ્રયાસ છે ત્યારે પ્રતિનિધિઓએ ૫મી ઓગસ્ટની કેન્દ્ર સરકારની કાશ્મીરના સાહિત્યના પ્રકારને પૂરું કરવાની અને જમ્મુ કાશ્મીર અને દેશના મુખ્ય પ્રવાહમાં મેળવવાનું ઐતિહાસિક નિર્ણય આ સભ્યોએ આવકારદાયક ગણાવ્યું હતું. બુધવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતના અંતિમ દિવસે યુરોપિયન યુનિયનના રાઈઝર કો જેલમે કી કે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માધ્યમોએ સાચી હકીકત દર્શાવી જોઈએ એક વખત અમે તમારા દેશમાં પાછા ફરી ગયા હતા હવે અમે તેમને સાચી પરીસ્તિીથી વાકેફ કરશો. તેરી મેરી રાનીએ જણાવ્યું હતું કે હું ફ્રાંસ થી આવું છું અને મારે માધ્યમોને એટલું જ કહેવું છે કે ભારતમાં મારી અનેક વખતની મુલાકાતમાં આ મુલાકાત ખૂબ જ વિશિષ્ટ છે પરંતુ આંતરિક બાબતમાં ભારતની આ સમસ્યાના ઉકેલ માટે કોઈપણ ત્રાહિત દરમિયાનગીરીની જરૂરિયાત નથી.

કાશ્મીરની સ્થિતિનો ઉકેલ લાવવો એ ભારતની આંતરિક બાબત છે આંતકવાદ હંમેશા દેશને ખતમ કરે છે હું અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી વાકેફ છું ત્યાં આંતકવાદી શું કર્યું અમે આંતકવાદના યુદ્ધમાં ભારતની પડખે ઊભા છીએ અને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હશે ત્યારે અમે પાછી પાની નહીં કરીએ.

કટ્ટરવાદી પરિબળોના કારણે ક્યારેય શાંતિ આવતી નથી અને તેનું પરિણામ એ જ હોય છે ત્યારે આપણે કોઈ મોટા આફત અને હિંસાની છાપ ના શિકાર બની જઈએ તેના પહેલા આપણે શાંતિ ની જરૂરિયાત છે

યુનાઇટેડ કિંગડમથી આવેલી આ ૨૭ સાંસદોની ટીમમાં ઘણા લોકો માનવ અધિકાર અને માનવ પોતાના ઉમદા મૂલ્યના ખરા અર્થમાં હિમાયતી છે. ૨૭ સાંસદોમાંથી ચાર સાંસદોએ કાશ્મીર ભ્રમણ કરવાનું મુનાસિબ માન્યું ન હતુ કાશ્મીરની મુલાકાતે શા માટે નથી ગયા તેનું કારણ પણ કોઈ એ જાણવાનો પ્રયાસ કર્યો નહોતો આ ૨૭ સાંસદોની ટીમ મંગળવારે તેમના ઘરે પાછી આવી ગઈ હતી. સોમવારે બ્રિટનના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સભ્યોનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમણે આશા સેવી હતી કે સાંસદોની આ મુલાકાત ફળદાયી બની રહે જમ્મુ અને કાશ્મીર સહિતના વિવિધ વિસ્તારોમાં આ ટીમ પરિભ્રમણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.