Abtak Media Google News

સામાજીક અગ્રણીઓના પ્રોત્સાહન સાથે નલીન ઝવેરી અને સંજય લાઠીયાના નેતૃત્વમાં પહેલ: વેપારીઓ, ઉધોગકારો, વકીલો, તબીબો, શિક્ષણ સંસ્થાના સંચાલકો, બિલ્ડર્સ, એસ્ટેટ એજન્ટસ, શેરબ્રોકર્સ, ઈજનેરો, સ્થાપતિઓ અને ઈન્ફો ટેકનોક્રેટસ સહિતના વ્યવસાયિકો સભ્ય બનશે

સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ક્ષેત્રના પ્રશ્ર્નોના ઉકેલ તેમજ દુરગામી વિકાસની ‚પરેખા સુચવી શકાય, જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાઓની ક્ષમતા અને કૌશલ્યનો પ્રદેશ અને દેશના વિકાસ માટે ઉપયોગ થઈ શકે તેમજ સરકારનાં લોકકલ્યાણના કાર્યક્રમોનો મહતમ લોકો લાભ લઈ શકે તેવા આયોજનો માટે એક મંચ મળી રહે તેવા ઉમેદા હેતુથી સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ની સ્થાપના થઈ રહી છે.આ વ્યવસાયિક સંગઠનનો શુભારંભ સમારોહ આગામી રવિવારે આત્મીય કોલેજનાં સેન્ટ્રલ ઓડીટોરીયમમાં સવારે ૧૦:૦૦ કલાકે યોજાનાર છે. જેની વિગત આપવા સંગઠનના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેયર ડો.જયમનભાઈ ઉપાધ્યાય, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ચીફ ઈન્કમટેક્ષ કમિશનર વિનોદકુમાર પાંડેનાં મુખ્ય મહેમાનપદે આ સંગઠનનો શુભારંભ કરાવાશે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.અખિલ ભારતીય જૈન સંઘટનાના અધ્યક્ષ અને જાણીતા ઉધોગકાર પ્રફુલ્લ પારેખ, અગ્રણી મહિલા ઉધોગ સાહસિક અને સમાજસેવી સુશ્રી ‚ઝાન ખંભાતા અને મહેતા ગ્રુપ ઓફ કંપનીઝના સી.ઈ.ઓ. સુરેશભાઈ કોઠારી ખાસ ઉપસ્થિત રહીને પ્રોત્સાહક માર્ગદર્શન આપશે. વેપારીઓ અને ઉધોગકારો ઉપરાંત માનવજીવનને સ્વસ્થ અને સુવિધાપૂર્ણ રાખવા માટે સેવાકીય ક્ષેત્રમાં કાર્યરત વકીલ, તબીબ, ઈજનેર, આર્કિટેકટ, બિલ્ડર, લેબર કોન્ટ્રાકટર, શાળા-કોલેજ સંચાલક, નર્સિંગ, શેર બ્રોકર, ફાયનાન્સીયલ એડવાઈઝર, સોફટવેર ડેવલપર, ઈન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી સેવા પુરી પાડતા લોકો, માધ્યમોના સંચાલકો, એસ્ટેટ એજન્ટસ તેમજ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા તમામ વ્યવસાયિકો આ સ્વૈચ્છિક સંગઠનના સભ્ય બની શકે છે.સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ નલીન ઝવેરીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં વિવિધ વ્યવસાયોમાં કૌશલ્ય વર્ધનની જ‚રીયાત હોય છે ત્યારે આ સંગઠન એ પ્રકારના આયોજનો કરીને સહયોગની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે સ્થાનિક વેપારી મંડળો પોતાના વિસ્તારની સમસ્યાના ઉકેલનો વિચાર કરતા હોય છે. જયારે આ સંગઠન આ વેપારી મંડળોના સાથ લઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરેક જીલ્લાની સ્થાનિક જ‚રીયાતને ધ્યાને લઈને તેના સાર્વત્રિક ઉકેલ માટે પ્રયત્નશીલ રહેશે. સામાજિક જવાબદારીના ભાગ‚પે જાહેર સુખાકારીના અને જનજાગરણના વિવિધ કાર્યક્રમો આ સંગઠન દ્વારા હાથ ધરાશે અને અન્ય સંગઠનોને સાથ સહકાર પણ આપશે. સરકાર સાથે સકારાત્મક વલણ દ્વારા લોક સમસ્યાઓના ટકાઉ ઉકેલ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.મહામંત્રી સંજય લાઠીયાએ જણાવ્યું કે, સાહસિકોના અનુભવો અને નવી પેઢીના જ્ઞાનનો સમન્વય થાય તો વ્યાપાર-ઉધોગમાં નવી દિશામાં જોઈ શકાય, કોઈ સમસ્યા નો ઉદભવે તો સકારાત્મક દ્રષ્ટિથી ઉકેલી શકાય અને જ્ઞાન-કૌશલ્યની વૃદ્ધિ થાય તેવા ઉપક્રમો હાથ ધરી શકાય. સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સ્થાપના માટે વિવિધ ક્ષેત્રના આગેવનોનો સહયોગ સાંપડયો છે. સમાજજીવનના અગ્રણીઓ નરેશભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, હસુભાઈ દવે, ચમનભાઈ લોઢીયા, હરેશભાઈ વોરા, હરકિશોરભાઈ બચ્છા અને સુરેશભાઈ નંદવાણા સલાહકાર સમિતિમાં સામેલ થયા છે. તો અનિલભાઈ દેસાઈ, મહર્ષિભાઈ પંડયા અને ભરતભાઈ મીઠાણીનો કાયદાકીય સલાહકાર તરીકે સમાવેશ થયો છે.સંગઠનના ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ જસાણી, સ્મિતભાઈ કનેરિયા, જીતેનભાઈ રવાણી અને રાજેશભાઈ રાણપરીયા જયારે યશ રાઠોડ, ફેનિલ મહેતા, મિતેશ ‚પારેલીયા અને જયસુખ આડેસરા મંત્રી તરીકે સેવા આપશે. ગીરીશ ઠોસાણી ખજાનચી અને જીતેન ઘેટિયા સહ ખજાનચીની જવાબદારી સંભાળશે.કારોબારી સમિતિમાં મૌતિક ત્રિવેદી, ડો.ભાવેશ સચદે, અશ્ર્વિન લોઢીયા, સિઘ્ધાર્થ શાહ, હસમુખ કોટેચા, સુરેશ પટેલ, રોનક નસીત, સંજય મહેતા, મેહુલ મહેતા, સંજય કનેરિયા, કમલેશ આંબલીયા, રીતેશ પાલા, વાસુભાઈ લુંધ, હરેશ સોનપાલ, અશ્ર્વિન સખીયા, રાજેશ કુકડિયા, જીતેન્દ્ર પરમાર, મહેશ સોનપાલ, અરવિંદ મારડિયા, બીપીન ખોખાણી, વિનુભાઈ વેકરીયા, દેવેન્દ્રસિંહ જાડેજા અને લક્ષ્મણભાઈ સાકરીયાનો સમાવેશ થાય છે.સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યપદ માટે અભિયાન શ‚ કરવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રના વ્યવસાયિકો દ્વારા તેને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. વિશેષ માહિતી માટે સંજય લાઠીયા મો.૯૪૨૬૨ ૧૯૮૪૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.