Abtak Media Google News

દુધરેજ નગરપાલિકાના પ્રમુખ બીપીનભાઈ ટોળીયા, કોલેજના આચાર્ય ડો.કે.ડી. પરીખ સહિત વિશાળ વિદ્યાર્થી સમુદાય અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા

એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજમાં સવારના ૯:૦૦ કલાકે સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા યાત્રાના રથમાં રાખવામાં આવેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના કોલેજના પટાંગણમાં કરેલ છે. તેની અનાવરણવિધિ બિપીનભાઈ ટોળીયા (પ્રમુખ દુધરેજ સુરેન્દ્રનગર, નગરપતિ)ના વરદ હસ્તે અત્રેની કોલેજના આચાર્ય ડો.કે.ડી.પરીખ, સમગ્ર કોલેજ પરીવાર તથા વિશાળ વિદ્યાર્થી સમુદાય તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શહેરના એન્જીનીયર ધવલભાઈ સહાયતા પીડબલ્યુડી ઉપસ્થિત રહ્યા હતા.

બિપીનભાઈ ટોળીયાએ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અગત્યના જીવન પ્રસંગો, તેમના જીવનમાં થયેલ સંઘર્ષ અને તેમાંથી કેવી રીતે પ્રગતિ કરી તથા સરકાર દ્વારા અપાનાર નમો ટેબલેટ તથા તેનું વિદ્યાર્થી જીવનમાં મહત્વ વિશે માહિતી આપી. આ ઉપરાંત વિદ્યાર્થીના જીવનમાં નમો ટેબલેટનું મહત્વ સમજાવ્યું અને પ્રવર્તમાન સંજોગોમાં તેનો મહતમ ઉપયોગ કરી પોતાનું જીવન ઘડતર સારી રીતે કરી શકે તેવી શુભેચ્છા વ્યકત કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્રેની કોલેજના હિન્દી વિષયના વ્યાખ્યાતા ડો.ઉમાબેન મહેતાએ સફળ રીતે કર્યું હતું તથા આભારવિધિ અધ્યક્ષ ડો.બી.એમ.વાલાણીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.