Abtak Media Google News

આગામી દિવસોમાં વધુ બે શાળામાં લીગલ લિટરસી કલબ શરૂ કરાશે

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નેશનલ લીગલ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની ત્રણ સ્કૂલોમાં લીગલ લિટરસી ક્લબ શરૂ કરવામાં આવી છે બાદમાં બીજી વધુ બે સ્કુલમાં કલબ શરૂ થશે જેમાં કોર્ટના ન્યાયાધીશો અને એડવોકેટો બાળકોને કાયદાકીય શિક્ષણ આપશે.
ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મોરબી જિલ્લાની કુલ પાંચ સ્કૂલોમાં લીગલ લિટરસી ક્લબ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી વાંકાનેરની આરજીત સિંહ હાઇસ્કુલ ,મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય અને રવાપર રોડ પરની તાજેતરમાં નવી બનેલી ન્યુ એરા ગ્લોબલ સ્કુલમાં લીગલ લિટરસી કલબ કાર્યરત કરવામાં આવી છે બાકીની બે શાળા હળવદની સંસ્કાર વિદ્યાલય અને પીપળીયા ચાર રસ્તા પાસેની સત્ય સાઈ હાઈસ્કૂલમા હવે  પછી આ કલબ શરૂ થશે.
તાજેતરમાં નવી બનેલી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં લીગલ લિટરસી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સી. કે. મુનશી અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.ડી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ તકે એમ.ડી.પરમારે કહ્યું કે બાળકોને સ્કૂલ લેવલથી કાયદાકીય શિક્ષણ મળી રહે તે માટે આ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ક્લબમાં ન્યાયાધીશો,લીગલ પેનલ એડવોકેટ અને પેરાલીગલ વોલિયન્ટર બાળકોને કાયદાકીય જ્ઞાન આપશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.