Abtak Media Google News

એસ્સાર ઓઇલની રિફાઇનીંગ ખાતે રીટેઇલ વૃઘ્ધિ દ્વારા ૨૦૧૬-૧૭માં મજબુત કામગીરી: વર્ષના અંતે ૩૪૮૯ રીટેઇલ કેન્દ્રો કાર્યરત

ભારતમાં ખાનગી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી રિફાઇનરી તથા સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું ઓઇલ રિટેઇલ નેટવર્ક ધરાવતી એસ્સાર ઓઇલ લીમીટેડ નાણાંકિય વર્ષ ૨૦૧૬-૧૭માં રીફાઇન અને રિટેઇલ કામગીરીમાં મજબુત વૃઘ્ધિ દર્શાવી છે.

રીફાઇનીંગ થ્રુપુટ લગભગ ૧૦ ટકા વધીને ૨૦.૯૫ મીનીલયન ટન થયો છે. જે અગાઉના વર્ષના ૧૯.૧૦ મીલીયન ટન કરતાં ૧૦ ટકા વધુ છે. રિટેઇલ વેચાણ ૭૫ ટકા વધીને ૨૦૧૬-૧૭ના ૨.૮ મિલીયન કીલોલીટર થયું છે. રિટેઇલ નેટવર્ક લગભગ ૬૭ ટકા વઘ્યું છે. વર્ષને અંતે ૩૪૯૯ રીટેઇલ કેન્દ્રો કાર્યરત હતા, જયારે વધુ ૨૬૩૧ અમલીકરણના વિવિધ તબકકે છે.

વિતેલા વર્ષમાં તેની વાડીનાર રિફાઇનરીને અપગ્રેડ કરીને મહત્ત માર્જીન હાંસલ કર્યો છે. ૧૫ ઓકટોબર૨૦૧૫ના રોજ રીફાનરીએ ૨૮ દિવસનું આયોજીત શટડાઉન પૂર્ણ કર્યુ હતું. આ ગાળામાં કંપનીએ તેના સમગ્ર વેકયુમ ગેસ ઓઇલ (વીજીઓ) નું માઇલ્ડ હાઇડ્રોક્રેકમરમાં રુપાંતર કરી વધુ માર્જીનની પ્રોડકટ બનાવી હતી.

એસ્સા ઓઇલના એમડી અને સીઇઓ લલીત કુમાર ગુપ્તા જણાવે છે કે મે-૨૦૦૮માં વાડીનાર રીફાઇનરીમાં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરુ થયા પછી અમે આ વર્ષે સર્વોચ્ચ થ્રુપુટ હાંસલ કર્યો છે. અમે નોંધપાત્ર રિટેઇલ વૃઘ્ધિ હાંસલ કરીછે. અમને ડાઉનસ્ટ્રીમ કંપની ઓફ ધ યર તરીકે પ્લાટસનો ગ્લોબલ એનર્જી એવોર્ડ હાંસલ થયો છે. હું ઉત્તમ કામગીરી માટે એસ્સા ઓઇલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.