Abtak Media Google News

૨૩૮ બેડના સુપર સ્પેશ્યિાલીસ્ટ બ્લોકમાં યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, પીડીયાટ્રીક સર્જરી અને પ્લાસ્ટીક સર્જરીના દર્દીઓને નિ:શુલ્ક સારવાર

આઠ ઓપરેશન થિયેટર, ૪૦ બેડનું સર્જીકલ આઇસીયુ, ૧૯ બેડનું આધુનિક ડાયાલીસ્ટ સેન્ટર કાર્યરત

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ર૮મી ડિસેમ્બરના પીએમએસએસવાય સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોકનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે પી.ડી.જી. સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોકની અદ્યતન સુવિધાઓ અને નવી ટેકનોલોજી સાધનો અને સ્ટાફ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ન્યુરોલોજીસ્ટના નિષ્ણાંતો કોન્ટ્રાકટ પર ફુલ ટાઇમ હોય અને સી.એમ. સેતુ  અંતર્ગત દર્દીઓને અન્ય નિષ્ણાંતોનો લાભ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પત્રકાર પરિષદમાં તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે રૂા ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી હોસ્પિટલનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોકના લોકાર્પણ બાદ દર્દીઓને વધુ સુગડ અને સારી સારવાર મળી રહે અને ખાનગી અને અમદાવાદ રીફર કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો મુખ્ય ઘ્યેય હોવાનું પણ જણાવ્યું હતું. છ માળમાં નિર્માણ પામેલી ૨૩૮ બેડની હોસ્૫િટલની સુવિધાઓ વિશે જણાવતા અધિક્ષકે કહ્યું હતું કે આ સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોકમાં યુરોલોજી, નેફોલોજી, કાર્ડીલોજી, ન્યુરોલોજી, પીડીયાટ્રીક સર્જર, પ્લાસ્ટીક સર્જર જેવા વિભાગો કાર્યરત રહેશે. સાથે ૮ વર્લ્ડ કલાસ મોડયુલર ઓપરેશન થિયેટર પણ કાર્યરત રહેશે.

Img 20191227 Wa0005

વધુમાં જણાવતા અધિક્ષકે કહ્યું હતું કે, આ સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોકના લોકાર્પણ બાદ ફકત રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓને ભૂતકાળમાં ન મળતી સુવિધાઓનો પણ લાભ મળશે. અને આ સઘન પ્રયાસોથી ખાનગી હોસ્પિટલ અથવા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે સાથે કેન્સર હોસ્પિટલમાં પણ રૂા ર કરોડના ખર્ચે બીજો મશીન ર માસમાં કાર્યરત કરવામાં આવશે. જેનાથી ખાનગીમાં થતો રૂા ૧ થી ૧૫ લાખનો ખર્ચની સારવાર દર્દીઓને નિ:શુલ્ક મળી રહેશે.

ફુલ ટાઇમ કોન્ટ્રાકટ બેઇઝ પર ન્યુરો સર્જન કાર્યરત

પી.ડી.યુ. સિવીલ હોસ્પિટલમાં ઘણાં સમયથી તબીબોની અછતની ભરપાઇ કરવા માટે અને ખાસ ન્યુરોસર્જન માટેના પ્રયાસોમાં કોન્ટ્રાકટ બેઇઝ પર સીવીલ હોસ્૫િટલને ફુલ ટાઇમ ન્યુરોસર્જન ડો. પાચાણીનો લાભ મળી રહેશે. અન્ય સર્જનોમાં ૧૦ તબીબો સી.એમ. સેવા હેતુ હેઠળ સેવા આપી રહ્યા છે. જયારે ચાર પાર્ટટાઇમ અને ર ફુલ ટાઇમ તબીબો કાર્યરત રહેશે. જયારે પી.એમ.એસ.એસ.વાય. સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોક લોકાપર્ણ બાદ વધુ રપ૦ સ્ટાફની અરજીઓ સરકારે મંજુર કરતા તેની ભરતી પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી હોય તેમ તબીબી અધિક્ષકે જણાવ્યું હતું.

કેથ લેબ, ડાયાલીસીસ સેન્ટર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

પી.એમ.એસ.એસ.વાય. સુપર સ્પેશીયાલીસ્ટ બ્લોકમાં કેથલેબ, ૪૦ બેડનું સર્જીકલ આઇ.સી.યુ. ૧૯ બેડનું આધુનિક ડાયાલીસીસ સેન્ટર જેવી અદ્યતન સુવિધાઓનો લાભ હવે સૌરાષ્ટ્રભરના દર્દીઓને મળી રહેશે. સાથો સાથ આ બીલ્ડીંગમાં સોલાર એનર્જી, અને વરસાદનું પાણી એકત્રિત કરવાની પણ સુવિધાઓ ઉમેરો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.