રાજકોટની પ્રથમ વેદશાળા સંતોષાનંદ સંસ્કૃત પાઠ શાળાનો કાલે ૪૫ વર્ષમાં પ્રવેશ

બે હજારથી પણ વધુ શિષ્યોએ અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરી હાલ દેશ-વિદેશમાં વેદનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે

સંતોષાનંદ પાઠશાળાની શરૂઆત આજથી ૪૪ વર્ષ પહેલા થઇ હતી.વેદનો વયાપ આપણા સૌરાષ્ટ્રમા ધટતો જતો હતો ત્યારે વેદ દ્વારા બ્રાહ્મણ પુત્રો તથા સમાજનલ ઉઘ્ધાર થાય અને ભારતીય સંસ્કૃતિ જળવાઇ રહે તે હેતુથી આ પાઠશાળાની શરૂઆત કરવામાં આવેલી ખાસ કરીને રાજકોટમાં તે સમયે એકપણ વેદની પાઠશાળા હતી નહીં.

સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળામા બ્રાહ્મણના પુત્રોને વેદ સહિત રૂદ્રી, ચંડીપાઠ, જયોતિષ, ભાગવત તથા દરેક પ્રકારની ધાર્મિક વિધિનું જ્ઞાન પહેલેથી જ આપવામાં આવે છે. અને ખાસ કરીને સારા ચારિત્રયનું ઘડતર કરવામાં આવે છે અત્યાર સુધીમાં ૪૪ વર્ષમાં આશરે બે હજારથી પણ વધારે શિષ્યો સંપૂર્ણ જ્ઞાન લઇ ચૂકેલ છે. અને રાજકોટ ગુજરાત અને વિદેશમાં પણ પુજય ગુરુદેવના શિષ્યો વેદનો પ્રચાર કરી રહેલ છે.

પૂજય ગુરુદેવ પાસે પહેલા જે શિષ્યો આવતા તેમની ત્રીજી પેઢી અત્યારે જ્ઞાન લેવા આવે છે. પાઠશાળામાં કોઇપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી ગુરુદેવ પુષ્પકરરાય કે. જાની પોતાના ખર્ચે પાઠશાળા ચલાવે છે. આમ નિસ્વાર્થ ભાવે જ્ઞાન આપે છે.

Loading...