Abtak Media Google News

ફોરેસ્ટ અધિકારીની મીલીભગતથી રણકાંઠાના ફોરેસ્ટનાં નવા સેટલમેન્ટમાં પર્યાવરણ હિતને નેવે મૂકી મીઠાના ઉદ્યોગ માટે લાલજાજમ પાથરવામાં આવ્યું: આરયીઆઈમાં સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો

માળીયામિંયાણા રણકાંઠાની આસપાસ કચ્છના નાનારણમાં ઘુડખર અભ્યારણ્યની ૩૫ હજારથી વધુ એકર જમીન આવેલી છે જે જમીન પૈકીની રણકાંઠા પાસે ૭૭૭૦ હેકટર જમીન ધરાવતુ ચેર ફોરેસ્ટની જમીન આવેલી છે આ જમીન પર ચેર ફોરેસ્ટને પડતુ મુકીને મીઠા ઉધોગનુ મસમોટુ કૌભાંડ ધખધખતુ હોય તેમ ચેર ફોરેસ્ટની જમીન માપણીમાં ગોલમાલ કરી રફેદફે કરવાની આરટીઆઈમાં વિગતો ખુલવા પામી છે.

જેમા આરટીઆઈમાં ખુલેલી વિગતો મુજબ ૨૧/૧૧/૧૯૫૫ અનુસાર ૧૯૦૮ના સેકશન ૪ પ્રમાણે નવલખી પોર્ટના હદ વિસ્તારનુ જાહેરનામુ બહાર પાડેલ તે મુજબ કુલ ૪૦૩૨૮ હેકટર જમીન પોર્ટ એરીયા હસ્તક જાહેર કરવામાં આવી ત્યારબાદ ૧૮૬૨ એસ એસ તા.૧૦/૭/૧૯૬૨થી નવલખી ચેર ફોરેસ્ટ માટે જમીન જંગલખાતાને ફાળવવામાં આવી અને તા.૬/૧/૧૯૬૬માં નવલખી ચેર ફોરેસ્ટનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ આ ૭૭૭૦ હેકટર જમીનને ચેર ફોરેસ્ટ તરીકે આરક્ષિત જંગલમાં મુકવામાં આવ્યુ જેનુ સેટલમેન્ટ થયુ ત્યારબાદ કોઈ જ હક દાવાઓ સમય મર્યાદામાં રજુ થયા ન હતા જેના ૪૫ વર્ષ બાદ કેટલાક ઉધોગપતિઓની નજર પડતા અધિકારીઓની મીલીભગતથી ઉધોગપતિઓના ઈશારે ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફીસ સાથે સેટીંગ કરી ૭૭૭૦ હેકટર જમીન પર ચેર ફોરેસ્ટનુ કૌભાંડ આચરી જમીન માપણીમાં અને માપણી ફીમાં કાળાનાંણાનો ઉપયોગ કરી મોટી ગોલમાલ કરી રફેદફે કરવા હિલચાલ સામે આવી છે તેમજ ચેર ફોરેસ્ટના નવા સેટલમેન્ટમાં પર્યાવરણના હિતને અધિકારીઓ ઘોળીને પી જઈ મીઠાના ઉધોગપતિઓને પ્રથમ સ્થાન આપી જંગલખાતાના સરકારી બાબુઓ જબરા કૌભાંડમાં સામેલ હોય તેમ આરટીઆઈમાં ખુલવા પામ્યુ છે તદુપરાંત અધિનિયમ મુજબ નવા સેટલમેન્ટની દિશા બદલાવી શકાય નહી તે ઉપરાંત વિસ્તારમાં કોઈ વધઘટ થવી ન જોઈએ તેવા નિયમોનો ઉલાળીયો કરી ચતુર દિશામાં અને વિસ્તારમાં ફેરફાર જણાતા નાયબ વન સંરક્ષક રાજકોટ દ્વારા ૨૦૧૩માં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં નવા સેટલમેન્ટ સામે અપીલ કરાઈ હતી ત્યારબાદ રાજકોટમાંથી મોરબી જિલ્લો અલગ બનતા મોરબી જિલ્લા કલેકટર દ્વારા સુનાવણી કરવામાં આવી હતી જે સુનાવણીમાં ઉધોગપતિઓની તરફેણમાં નિર્ણય આવતા નવા સેટલમેન્ટને માન્ય રાખી લીલીઝંડી અપાઈ હતી.

આમ આ સુનાવણીમાં ભારતીય વન અધિનિયમને અવગણી માત્ર પૈસા બોલતા હૈ ના સુત્રને માન આપી ઉધોગપતિઓના ઈશારે હુકમ થતા જમીન માપણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ આ જમીન માપણીમાં કોર્ટ મેટર બન્યા પહેલા જ જમીન માપણી એક ખાનગી માણસના નામે કરાવી જેના નામે હાલ હજારો એકર જમીન ધડાધડ મંજુર કરાવી અધિકારીઓને મુઠ્ઠીમાં રાખતી એક કચ્છની કંપનીનુ નામ ખુલ્યુ છે આ ચેર ફોરેસ્ટની હદ તો ત્યારે થઈ કે પાર્ટી દ્વારા પોતાના કાળા નાંણાથી માપણી ફીના રૂપિયા ૨૩,૩૧,૩૦૦ જેવી માતબર રોકડ રકમ નાયબ વન સંરક્ષક મોરબીના નામે તેમની ખોટી સહી કરી મોરબી એસબીઆઈ ચલણ નંબર ૬૪ મુજબ ભરવામાં આવ્યુ હતુ.

આ ચલણને ડીઆઈએલઆરએ મંજૂર કરેલ આ અંગે નાયબ વન સંરક્ષકશ્રીએ સવાલો ઉભા કરી રજુઆત કરતા તેવો દ્વારા આવી કોઈ રકમ ભરાયેલ નથી તેવો ઉડાવ જવાબ મળતા આ રકમ નાયબ સંરક્ષકએ નથી ભરેલ તો કોને આ ચલણ ભર્યુ માપણી અરજી કોને કરી અને ક્યા નિયમ હેઠળ માન્ય રાખ્યુ તેવો ધખધખતો સવાલ ઉભો થતા તપાસ કરવા જણાવેલ છે છતા કલેકટર કચેરી કે જમીન દફતરી કચેરીએ કોઈ ગંભીરતા દાખવેલ નથી તેમજ નાયબ વન સંરક્ષક પણ આ મામલે અજાણ નથી પરંતુ પુરાવા રજુ થતા તેમના પગ નીચે રેલો આવતા માત્ર નર્યુ નાટક કરી ખાવાના અને દેખાડવા જેવો તાલ અહી જોવો મળ્યો હોય તેમ દેખાવ પુરતી રજુઆત કર્યાનુ ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે  હજારો એકર જમીન પર મીઠાના અગરો બની ગયાનુ અને હજુ પણ અનેક નવા પ્લાન્ટ બનવાનુ કામકાજ ધમધમતુ હોવા છતા રેન્જ ઓફીસરોથી માંડી ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી પોતાના ખિસ્સા ગરમ કરતા હોવાની ચર્ચા સામે આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.