શહેર કોંગ્રેસ દ્વારા પુરજોશમાં ચાલતું ડિજીટલ સભ્ય નોંધણી અભિયાન

પ્રમુખ અશોક ડાંગરની અઘ્યક્ષતામાં વોર્ડ નં. ૭,૮, ૯ , ૧૧, ૧૨ અને ૧૩માં યોજાઇ બેઠકો

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમિતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજયનમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં. ૭,૮,૯, ૧૧,૧૨ અને ૧૩ માં ડીજીટલ સભય નોંધણી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

આ ઝુબેશમાં વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઇઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવી છે. તેમાં વોર્ડ નં. ૭,૮, ૧૧,૧૨ અને ૧૩ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેકટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, ગુજરાત મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત, પ્રદેશ આગેવાનો દિનેશભાઇ ચોવટીયા, દીનેશભાઇ મકવાણા, મુકેશભાઇ ચાવડા, સુરજભાઇ ડેરની આગેવાની બેઠક યોજાઇ હતી.

આ તકે ઉ૫સ્થિત મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઓબીસી ડીપા, ચેરમેન રાજેશભાઇ આમરણયા વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, ગીરીશભાઇ ઘરસંડીયા, કિંજલબેન જોશી, પ્રતીમાબેન વ્યાસ, વિશાલ દોંગા, રાજેશભાઇ ગરચર, વિગેરે સહીતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. તેમજ સરકારની ગાઇડલાઇનનો અમલ કરવામાં આવ્યો હતો.

Loading...