સૌને રામ-રામથી રાજી રાખતાં ‘માસ્તર’નો ૫૮માં વર્ષમાં પ્રવેશ!!!

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનો આજે જન્મદિન: ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા

સૌને રામ રામથી રાજી રાખતા અને જરૂર પડયે વિરોધીઓના પણ રામ રમાડી દેનાર એવા ધનસુખભાઇ ભંડેરીનો આજે જન્મદિવસ છે. રાજકોટનુ રાજકારણ હોય કે પ્રદેશનું તેેઓએે હમેશા સક્રિય ભૂમિકા ભજવી છે. માસ્તરથી પોતાની કારર્કીદી શરૂ કરનાર ધનસુખભાઇ ખરા અર્થમાં રાજકોટ ભાજપના માસ્તર બન્યા છે. તેઓ પોતાની આગવી સુઝબુઝથી અનેક યુવા પ્રતિભાવોને આગળ લઇ આવ્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ,રાજકોટ ના પૂર્વ મેયર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધનસુખભાઈ ભંડેરીનો આજે જન્મદિન છે.તા.૨૩/૧૦/૧૯૬૩ ના રોજ જન્મેલા  ધનસુખભાઈ આજે પોતાના યશસ્વી જીવનના ૫૭ વર્ષે પુરા કરી  ૫૮ માં વર્ષેમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

બાળપણથી જ રાષ્ટ્સેવાના રંગે રંગાયેલા ભંડેરી એક શિક્ષક છે.શહેર ભાજપ પ્રમુખ તરીકેના તેઓના કાર્યકાળમાં સંગઠનને મજબુત કરવા તેઓએ પરિશ્રમ ની પરાકાષ્ઠા સર્જી દીધી હતી.મેનેજમેન્ટ માં ભંડેરીજી ના તોલે કોઈ ન આવે.પક્ષ પ્રત્યેની નિષ્ઠાને જોઈ ભાજપ દ્રારા વર્ષે ૨૦૦૫ માં તેઓને રાજકોટના મેયર તરીકેની જવાબદારી સોંપી. અઢી વરસના  મેયર તરીકેના કાર્યકાળમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરી હતી.તેમને બગીચવાળા મેયર તરીકે પણ ઓળખવામાં છે.લોકોની સમસ્યા હલ કરવા તેઓએ ’મેયર તમારે દ્રારે ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો.જેને ખુબજ સફળતા મળી હતી.સામાન્ય કાર્યક્રમ હોય કે ચૂંટણીની વ્યૂહરચના ધડવામાં  ભંડેરી સારી હથરોટી ધરાવે છે.વિજયભાઈ રૂપાણી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ધનસુખભાઈની રાજ્ય સરકારના  ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાંન્સ બોર્ડના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી.પૈસાના વાંકે મહાપાલિકા, નગરપાલિકા કે જિલ્લા પંચાયતનો વિકાસ ન અટકે તેની સત્તત ખેવના તેમને કરી છે. માંગે તે પહેલાં જ ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવે છે. અને છેલ્લા પાંચ વર્ષથી આ પરંપરા ચાલુજ છે. ધનસુખભાઈ ભંડેરી જીવનમાં સફળતાનાં શીખરો સર કરે તેવી શુભેચ્છા ’અબતક’પરિવાર પાઠવી રહ્યું છે. આજે જન્મદિન નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૩૧૩૧૧ ઉપર શુભકામનાનો  અવિરત વરસાદ થઈ રહ્યા છે.