Abtak Media Google News

ધમાકેદાર ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ: બોલીવુડના કલાકારને બોલાવવાની વિચારણા: ઘંટેશ્ર્વર એસઆરપી પાસે ૨૪૦ એકર જગ્યામાં આકાર લેશે રેસકોર્સ-૨

રાજકોટની ઉત્સાહપ્રિય જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે. ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસે ૨૪૦ એકર વિશાળ જગ્યામાં રેસકોર્સ ફેઈસ-૨ બનાવવાનો પ્રોજેકટ હવે આકાર લેવા તરફ આગળ વધી રહ્યો છે. આગામી ૧૯મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે રેસકોર્સ ફેઈસ-૨નું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ધમાકેદાર ખાતમુહૂર્ત માટેની તૈયારી કલેકટર તંત્ર દ્વારા શ‚ કરી દેવામાં આવી છે. જેમાં બોલીવુડના ખ્યાતનામ કલાકારને ખાતમુહૂર્ત પ્રસંગે બોલાવવાની પણ વિચારણા ચાલી રહી છે. આજે મેયર સહિતના પદાધિકારીઓ તા અધિકારીઓએ રેસકોર્સ-૨ની જગ્યાની સાઈઝ વિઝીટ કરી હતી.

રાજકોટના ઉત્સવપ્રિય અને હરવા-ફરવાના શોખીન શહેરના નગરજનોને રેસકોર્ષ જેવું બીજું રેસકોર્ષ-૨ હરવા-ફરવાનું સુંદર નઝરાણું મળે તે માટે આજે રાજ્ય સરકાર હસ્તકની રૈયા સર્વે નં.૩૧૮ની જગ્યાની સ્ળ મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે. કમિશનર નંદાણી, નાયબ કમિશનર હાલાણી, એડી. કલેકટર હર્ષદ વોરા, ડી.આઈ.એલ.આર. મનીષાબેન ભટ્ટ, પ્રાંત અધિકારી જાની, એ.સી.પી. વાઘેલા, ડી.સી.પી. સુબોધ ઓડેદરા, ડી.વાય.એસ.પી.(ટ્રાફિક) જે.કે.ઝાલા, નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ તુવર તેમજ એજન્સીના અધિકારીઓ વિગેરે ઉપસ્તિ રહ્યા હતા. પદાધિકારીઓ નવા રીંગ રોડ ટચને લાગુ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પને લાગુ રાજકોટના હયાત રેસકોર્ષી આશરે ૩ ગણી વધુ જમીન એટલે કે ૨૦૦ એકર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પરાયેલી જમીનમાં નમુનેદાર નવું રેસકોર્ષ બનાવવાનું નક્કી કર્યું હતુ. વિશેષમાં, આ જમીન પાસે જ ૪૦ એકરમાં હયાત તળાવની જમીન પણ આવેલી છે. જે આ નવા રેસકોર્ષ-૨માં નવું આકર્ષણ બની રહેશે.

રીંગ રોડ ટચ અને ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પને લાગુ રાજકોટના હયાત રેસકોર્ષી આશરે ૩ ગણી વધુ જમીન એટલે કે ૨૦૦ એકર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પરાયેલી જમીન ઉપરાંત ૪૦ એકરમાં હયાત તળાવની જમીન પર રેસકોર્ષ-૨ બનાવવા માટે ખુબ જ અનુકુળ જણાયેલ હોવાી આજે ફરીી આ સ્ળની મુલાકાત લીધી હતી. આ જમીન લાગુ હયાત તળાવને કારણે ખુબ જ સુંદર અને રળિયામણું અને હરવા-ફરવા માટે યોગ્ય સ્ળ બને તેમ છે. જેી આ જગ્યા પર રેસકોર્ષ-૨ બનાવવાનું ફાઈનલ કરવામાં આવ્યુ છે.

આ જમીન પૈકીની ૪૦ એકર જેટલી જમીનમાં તળાવ આવેલું છે. જેમાં બોટીંગ, વોટર સ્પોર્ટ્સ, વોટર બાઈક વગેરે જેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનાવી શકાશે. આ તળાવમાં વરસાદનું પાણી ઉપરાંત રૈયા સ્તિ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરાયેલું ટ્રીટેડ વોટર લાવી શકાશે. જેનાી આ તળાવ સમગ્ર વર્ષ દરમ્યાન પાણીી ભરેલું રહે તેવી વ્યવસ કરવામાં આવનાર છે. તેમજ સમગ્ર રેસકોર્ષ ફરતે બેબી ટ્રેઈન ચલાવી શકાય તેવી પણ સાનુકુળતા છે.

રીંગ રોડને લાગુ આ જમીન પર રેસકોર્ષ-૨ બનવાી કાલાવાડ રોડ, રૈયા રોડ, મુંજકા રોડ, જામનગર રોડ વિગેરે તમામ રસ્તાઓ પરી લોકો આવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભવિષ્યમાં રાજકોટને નવા વિસ્તારમાં વધુ એક સારું નજરાણું મળે તે દિશામાં વહિવટી તંત્ર આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.