Abtak Media Google News

ઘરમાં પાર્ટી હોય કે ફંક્શન મહિલાઓની સૌથી મોટી ચીંતા રસોઇની હોય કે શું નવું પિરસવું, હવે અમે એવી વાનગીઓ લાવ્યા છીએ કે જે તમારી પાર્ટી કે ફંક્શનને ચોક્કસ યાદગાર બનાવી દેશે તો ચાલો વાનગીઓ ની સ્વાદિષ્ટ સફરમાં……..

– પંચમિક્સ ડિલાઇટ

સામગ્રી :

– ૧ ચમચો ખજુર (પીસેલી)

– ૧ ચમચો ઝીણી સમારેલી ખજુર

– ૧/૨ કપ કીમ

– ૧ ચીંકુ મસળેલું

– ૧-૧ સફરજન અને સંતરા

– ૨ સ્પંજ રસગુલ્લા

– ૧ ગ્લાસ સોડા

– ૨ કપ વેનિલા આઇસ્ક્રીમુ

– થોડુ સમારેલું ડ્રાયફ્રુટ ….

રીત :

બે ગ્લાસ લો. એક એક રસગુલ્લું બંને ગ્લાસના તળીએ મુકો. બંને ગ્લાસમાં અડધું અડધુ ક્રિમ નાખો. સમારેલા ફળ, ચીકુ અને પીસેલી ખજૂર મિક્સ કરીને નાખો. ઉપરથી એક કપ આઇસ્ક્રિમ મૂકો અને ધીમે-ધીમે સોડ નાખો. હવે સમારેલી ખજૂર અને ડ્રાયફ્રુટ ઉપરથી ભભરાઓ અને પંચમિક્સ ડિલાઇટની મજા માણો.

બિગ બાઇટ

સામગ્રી :

– ૧/૨ સોયાબીનનો ભુકો

– ૧ મોટી ડુંગળી

– ૧ પેકેટ મશરુમ

– ૨ મોટા પાઉ

– ૧/૪ ચમચી કાળા મરી (પિસેલા)

– ૧/૨ ચમચી મીઠું

– ૧/૪ કપ ચીઝ સ્પ્રેડ

– તળવા માટે માખણ/ તેલ

– થોડુ છીણેલું પનીર

રીત :

ડુંગળી સમારીને અડધો ચમચો તેલ અથવા માખણમાં તળી લો. સમારેલા મશરુમ, સોયાબિનનો ભૂકો, મીઠું અને કાળા મરી નાખી સતત હલાવો. મશરુમમાંથી નીકળેલી પાણીમાં ધીમા તાપે ભૂકો ચઢવા દો.

બરાબર શેકો જેથી થોડું ડ્રાય થઇ જાય પાવ વચ્ચેથી કાપો. બંને ભાગ પર થોડી ચીઝ સ્પ્રેડ કરો ઉપરથી સોયાબીનનું મિશ્રણ બરાબર પાથરો. હવે છીણેલું ચીઝ અથવા પનીર ભભરાવી થોડવાર ઓવનમાં મૂકી સોસ અથવા સલાડ સાથે પીરસો…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.