ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદ બન્યો વિધ્ન, ટોસમાં વિલંબ

વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે રમાશે. વરસાદના લીધે ટોસમાં વિલંબ થયો છે.

જેસન હોલ્ડરની ટીમ વિઝ્ડન ટ્રોફીને ડિફેન્ડ કરવા મેદાને ઉતરશે. તેમણે 2018માં ઇંગ્લેન્ડને પોતાના ઘરઆંગણે 2-1થી હરાવ્યું હતું. બીજી તરફ, નિયમિત કેપ્ટન જો રૂટની ગેરહાજરીમાં બેન સ્ટોક્સ પહેલીવાર ઇંગ્લેન્ડની કમાન સંભાળી રહ્યો છે. સ્ટોક્સ ઇંગ્લેન્ડને લીડ કરનાર 81મો કેપ્ટન બન્યો છે.

Loading...