Abtak Media Google News

ઇંગ્લેન્ડ ઉપર પ્રથમ ટેસ્ટ હારવાનો અભિશ્રાપ રહેશે?

ઇગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલ મેચ માન્ચેસ્ટર ખાતે સારો દેખાવ કર્યો છે. ઇગ્લેન્ડની છેલ્લી ત્રણ મેચથી ટેસ્ટસીરીમની પ્રથમ મેચ હારવાનો રેકોર્ડ બરકરાર રહેશે કે  કેમ તે હાલ દરસકો માં ચર્ચાઓ થવા પામી છે. પાકિસ્તાનએ પોતાની પ્રથમ ઇનીંગમાં ૨૩૪ રન કર્યા હતા. ત્યારે સાત મસુદએ પોતાની ત્રીજી સદી ફટકારી હતી. આ પહેલા પણ ઘણી મેચમાં સદી ફટકારીનો રેકોર્ડ રહ્યો છે. તેમજ સીમર મોહમ્મદ અબ્બાસના સહકારથી પાકિસ્તાને ઇગ્લેન્ડ સામેની પોતાની પહેલી ઇગ્લેન્ડે સામેની પોતાની પહેલી ઇનિંગમાં હાથ ઉપર રાખ્યો હતો.

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૩ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. મેચમાં બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે ૪ વિકેટે ૯૨ રન કર્યા  હતો. ઇંગ્લેન્ડના ઓલી પોપ ૪૬ અને જોસ બટલર ૧૫ રને અણનમ છે. અગાઉ પાકિસ્તાન પ્રથમ દાવમાં ૩૨૬ રનમાં ઓલઆઉટ થયું હતું અને યજમાનથી હજી ૨૩૪ રન આગળ છે.

ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં નબળી શરૂઆત કરી હતી અને ૧૨ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ ૬૨ રને પડી હતી. પ્રથમ રોરી બર્ન્સ (૪ રન) ને શાહીન આફ્રિદીએ એલબીડબ્લ્યુ કર્યો હતો. આ પછી, મોહમ્મદ અબ્બાસે ડોમ સિબ્લી (૮ રન) ને એલબીડબ્લ્યુ અને ત્યારબાદ બેન સ્ટોક્સને શૂન્ય પર બોલ્ડ કર્યો. જોકે રૂટે ૧૪ રન બનાવ્યા હતા, તે યાસિર શાહની બોલિંગમાં કીપર મોહમ્મદ રિઝવાનના હાથે કેચ આઉટ થયો હતો. શાન અને શાદાબ વચ્ચે ૧૦૫ રનની ભાગીદારી થઇ હતી.

પાકિસ્તાનના ઓપનર શાન મસૂદે કરિયરની ચોથી અને સતત ત્રીજી સદી મારી. તે કરિયરના શ્રેષ્ઠ સ્કોર ૧૫૬ રને સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેના સિવાય બાબર આઝમે ૬૯ અને શાદાબ ખાને ૪૫ રન કર્યા હતા.

શાને બાબર સાથે ત્રીજી વિકેટ માટે ૯૬ અને ખાન સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૫ રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડે ૩-૩, જ્યારે ક્રિસ વોક્સે ૨, જેમ્સ એન્ડરસન અને ડોમિનિક બેસે ૧-૧ વિકેટ લીધી હતી. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર આબિદ અલી ૧૬ રને આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારે વોક્સે પાકિસ્તાની કેપ્ટનને શૂન્ય રને એલબીડબ્લ્યુ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. સાથો સાથે મોસૂદે ઇગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકારી ઇગ્લેન્ડમાં સદી ફટકારનાર પાકિસ્તાનની પાંચમી ઓપનર બેટસમેન બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.