Abtak Media Google News

આજથી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ પૈકીની પ્રથમ મેચનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે જેમાંપાકિસ્તાનની નજર ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર પરાજય આપવા પર રહેશે જ્યારે ઇંગ્લેન્ડની નજર વિદેશી ધરતી પર મળેલી હારને ભૂલી હોમ ગ્રાઉન્ડ પર વિજય મેળવવા પર રહેશે.

ઇંગ્લેન્ડના પ્રવાસે પહોંચેલી પાકિસ્તાન ટીમના કોચ મિકી આર્થરનું માનવું છે કે, તેમની ટીમ આજથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ પર દબાણ બનાવવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન જીતથી વંચિત રહેલી ઇંગ્લેન્ડની ટીમને પોતાની ધરતી પર રમવાનો ફાયદો મળશે.

વિદેશપ્રવાસમાં છેલ્લી ૧૩ ટેસ્ટ મેચમાં જીત મેળવી શકી નથી. બીજી તરફ પાકિસ્તાને ગત અઠવાડિયે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનાર આયરલેન્ડને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનના કોચ આર્થરે દાવો કરતાં કહ્યું કે, અમે અહીં જીત માટે આવ્યા છીએ. અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની ફોજ છે જે યુવા છે અને ડરતા નથી.

જો અમે અમારી ક્ષમતા મુજબ પ્રદર્શન કરવામાં સફળ થઈશું તો ઇંગ્લેન્ડ દબાણમાં આવી જશે. ઇંગ્લેન્ડનું બેટિંગક્રમ અત્યારે સ્થિર નથી. કેપ્ટન જો રૂટને ત્રીજા સ્થાને જ્યારે વિકેટકીપર જ્હોની બેરસ્ટો પાંચમા અને જોશ બટલરને સાતમા નંબરે બેટિંગ કરશે. બે વર્ષ પહેલાં ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને ૨-૨થી ડ્રો પર રોક્યું હતું. તે પછી મિસ્બાહ અને યુનુસ ખાન નિવૃત્ત થઈ ગયા છે પરંતુ પાકિસ્તાન ટીને આશા છે કે, અઝહરઅલી અને અસદ શફિક તેમની ખોટ પૂરશે.

આ ઉપરાંત ઇંઝમામ ઉલ હકના ભત્રીજા ઇમામ ઉલ હક પર પણ નજર રહેશે જેણે અત્યાર સુધી આ પ્રવાસમાં ત્રણ મેચમાં ત્રણ અર્ધી સદી ફટકારી છે.  પાકિસ્તાન સાથે ઇંગ્લેન્ડની આ સિરીઝમાં ઇંગ્લિશ ખેલાડીઓ પર ટીમ ઈન્ડિયા નજર રાખશે કારણ કે, આ સિરીઝ બાદ ભારતને ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવાનો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.