Abtak Media Google News

અંતિમ ટેસ્ટના અંતિમ દિને વેસ્ટઈન્ડીઝને બીજા દાવમાં ૧૨૯ રને ઓલ આઉટ કરીને ઈંગ્લેન્ડે ફરી ‘વિઝડન ટ્રોફી’ પર કબ્જો કર્યો

વિઝડન ટ્રોફીની ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઈગ્લેન્ડે વેસ્ટ ઈન્ડીઝને ૨૬૯ રનથી હરાવીને શ્રેણી પર ૨-૧થી કબ્જો કર્યો છે. વરસાદના વિઘ્ને ચોથા દિવસની રમત ધોવાઈ ગયાબાદ રસાકસી ભર્યો બનેલા આ મેચનાં આખરી દિવસે વેસ્ટઈન્ડીઝની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૨૯ રનમાં સમેટાઈ જવા પામી હતી. સ્ટુઅર્ડ બ્રોડે ૩૬ રનમાં ૪ વિકેટ જયારે ક્રીસ વોકએ ૫૦ રનમાં ૫ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડીઝની ટીમની બેટીંગ લાઈનને પત્તાના મહેલની જેમ પછાડી દીધી હતી. આ મેચમાં બ્રોડે ૫૦૦ વિકેટનો આંકડો પાર કરીને નવો વિક્રમ સજર્યો છે.

ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે કારકિર્દીની ૫૦૦ ટેસ્ટ વિકેટના માઈલસ્ટોનને પાર કરવા સાથે મેચમાં કુલ મળીને ઝડપેલી ૧૦ વિકેટોને સહારે ઈંગ્લેન્ડે જબરજસ્ત બાઉન્સબેક કરતાં વિન્ડિઝ સામેની આખરી ટેસ્ટની સાથે શ્રેણી પણ જીતી લીધી હતી. કોરોના મહામારી વચ્ચે ’બાયો-સિક્યોર’ વાતાવરણમાં રમાયેલી શ્રેણીની આખરી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે રેકોર્ડ ૨૬૯ રનથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૩૯૯ના ટાર્ગેટ સામે વિન્ડિઝની ટીમ ૧૨૯ રનમાં જ ખખડી ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડે વિન્ડિઝની સામે રનની રીતે સૌથી મોટા વિજયની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. પ્રથમ ઈનિંગમા ૬ વિકેટ ઝડપનારા બ્રોડે બીજી ઈનિંગમાં ૩૬ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સે ૫૦ રનમાં પાંચ બેટસમેનોને આઉટ કર્યા હતા.

અગાઉ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૩૬૯નો સ્કોર કર્યો હતો, જેની સામે વિન્ડિઝ ૧૯૭ રનમાં ખખડી ગયું હતુ. પ્રથમ ઈનિંગને સહારે ૧૭૨ રનની સરસાઈ મેળવ્યા બાદ ફરી બેટીંગમાં ઉતરેલા ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ બે વિકેટે ૨૨૬ રને ડિકલેર કરી હતી.

જીતવા માટે મળેલા ૩૯૯ના ટાર્ગેટ સામે વિન્ડિઝ આજે પાંચમા અને આખરી દિવસે ૩૭.૪ ઓવરમાં ૧૨૯ રનમાં ખખડી ગયું હતુ. જેમાં શાઈ હોપના ૩૧, બ્લેકવૂડના ૨૩ અને બૂ્રક્સના ૩૧ રન મુખ્ય હતા.

કોરોના મહામારી બાદ બાયોસિક્યોર વાતાવરણમાં શરૃ થયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વિન્ડિઝે ચાર વિકેટે ઈંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. જોકે ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં ૧૧૩ રનથી વિજય મેળવતા ૧-૧થી બરોબરી હાંસલ કરી હતી.

બ્રોડ ૫૦૦ વિકેટ ઝડપનારો ઈંગ્લેન્ડનો બીજો બોલર બન્યો

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં પાંચમા દિવસે ઓપનર બ્રાથવેઈટને આઉટ કરતાં જ કારકિર્દીની ૫૦૦મી ટેસ્ટ વિકેટ પૂર્ણ કરી હતી. આ સાથે બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ કે તેથી વધુ વિકેટ ઝડપનારો વિશ્વનો સાતમો અને ઈંગ્લેન્ડને બીજો બોલર બન્યો હતો. જ્યારે તે ટેસ્ટમાં ૫૦૦ વિકેટના માઈલસ્ટોનને પાર કરનારો વિન્ડિઝના કોર્ટની વોલ્શ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ગ્રા અને ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન બાદનો ચોથો બોલર બની ગયો છે. શ્રીલંકાનો મુરલીધરન ૮૦૦ ટેસ્ટ વિકેટ સાથે નંબર વન છે. જ્યારે એન્ડરસન ૫૮૯ વિકેટ સાથે ફાસ્ટ બોલરોમાં ટોચ પર અને ઓવરઓલ યાદીમાં ચોથા ક્રમે છે. તેના પછી મેક્ગ્રા (૫૬૩ વિકેટ) અને વોલ્શ (૫૧૯) વિકેટનો રેકોર્ડ ધરાવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.