Abtak Media Google News

આજકાલ થાક દૂર કરવા કસરત કરતા પહેલા જુદા-જુદાં એનર્જી ડ્રિંક પીવાની ફેશન છે. પરંતુ શુંત તે પીવાથી શરીરને શક્તિ મળે છે અને તેનો ફાયદો કેટલા સમય સુધી રહે છે ? આવા પ્રશ્નો થતા હોય છે વધતા ઓછા પ્રમાણમાં પરંતુ આ એનર્જી ડ્રિંકમાં વધુ પડતું કેફીન આવેલું છે તેમજ માર્કેટમાં મળતા એનર્જી ડ્રિંક્સમાં કેલરી ઓછી હોય છે.

– શું એનર્જી ડ્રિંકથી ખરેખર એનર્જી વધે છે ? એવા ખાસ કિસ્સા જોવા મળતા નથી કે એનર્જી ડ્રિંક પીવાથી માનસિક અને શારીરીક એનર્જી વધી જાય અને વ્યક્તિ ઝડપથી કામ કરવા લાગે, પરંતુ  એનર્જી ડ્રિંક લેવાથી એનર્જી વધી જ જશે એવા વિચારથી એનર્જેટીક લાગતુ હોય છે.

– એનર્જી ડ્રિંક લેવાથી નુકશાન થાય છે ?

એનર્જી ડ્રિંકમાં ૧૦૦ એમએલ કેફીન હોય છે. બ્રાન્ડમાં તેનું અલગ લેવલ હોય છે, ગર્ભવતી સ્ત્રીઓ તેમજ બાળકોએ દિવસ દરમિયાન આટલુ બધુ કેફીન લેવું જોઇએ નહીં. આ ઉપરાંત વધુ કેફીન લેવાથી માનસિક અસંતુલન, વારંવાર ગુસ્સો આવવો, ઉંઘ ન આવવી.

હાડકા ગળવા, ડિપ્રેશન આવવું વગેરે થઇ શકે છે, આમ ઘણી વાર આપણે ટૂંકા સમયનો લાભ લેવા જતા લાંબા ગાળાનું નુકશાન કરી લેતા હોઇએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.