દુશ્મનોની મિલકતોએ ભારતને બખ્ખા કરાવી દીધા

83

એક લાખ કરોડથી વધુની મિલકત સરકાર દ્વારા જપ્ત: આગામી સમયમાં વધુ મિલકતોની જપ્તી થશે તેવી શકયતા

કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા અતિ આવશ્યક ક્રાંતી પગલા પૈકીના એક એવા ભારતમાં રહેલી દુશ્મન દેશોના નાગરીકોની મિલકતો માટે સરકાર કવાયત હાથ ધરી છે. કેન્દ્ર સરકારે એક કમિટી રચના અને કેટલાક મંત્રીઓને ચીન સામેની ૧૯૬૨ની લડાઈ અને ૧૯૬૫ અને ૧૯૭૧માં પાકિસ્તાન સામે થયેલા યુધ્ધ બાદ બંને દેશોને શત્રુ દેશો ઘોષિત કરીને બંને દેશોના નાગરીકોનીભારતમાં રહેલી ૯૪.૬ મિલ્કતો જપ્ત કરી હતી અંદાઝે એકાદ લાખ કરોડ રૂા.ની મિલ્કતને સેંકડો કરોડ રૂાના શેર અને સોનાચાંદીની ૩૮ લાખની કિમંતની ઝવેરાત સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ તમામ અસહ્યામતોનો નિકાલ કરવા સરકારે કવાયત હાથ ધરી છે.

એનિમિ પ્રોપ્ટી એકટ, શત્રુ મિલકત ધારો કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૬૮માં આ મિલ્કતોને નોંધી હતી અને ૨૦૧૭માં શત્રુ મિલ્કત ધારાનું અમલ કરવાની જાહેરાત કરી હતી. જે લોકો યુધ્ધ દરમિયાન પાકિસ્તાન અને ચીનના યુધ્ધ વખતે દેશ મૂકીને હિજરત કરી ગયા હોય તેવા નાગરીકો પોતાની મિલકતો ભારતમાં છોડી ગયા હોય તેવા નાગરીકો પોતાની મિલકતો ભારતમાં છોડી ગયા હોય તેના ઉપર આ કાયદા બાદ દાવોને કરી શકે પાકિસ્તાને અગાઉ પૂર્વે પાકિસ્તાનમાં આજરીતની ભારતીય હિજરતીઓની મિલકતો વેચી નાંખી છે. જોકે ૧૯૬૬માં થયેલા તાસકંદ કરાર કે જેમાં બંને દેશો વચ્ચે એક બીજાની મિલકતોની ચર્ચા કરીને અરસ પરસ પરત કરી દેવાનું નકકી કરાયું હતુ ૧૯૬૫ના યુધ્ધ સાથે જોડાયેલા કરારનું ભંગ કરીને પાકિસ્તાને ભાર્તીયોની મિલ્કત વેચી નાખી હતી. આવી મિલ્કતો આખા દેશમાં પથરાયેલી છે.હવે ભારત સરકાર તેના નિકાલની કવાયત હાથ ધરી રહી છે.

કયાં છે દૂશ્મન દેશની મિલક્તો: દૂશ્મન દેશોની મિલકતની વાત કરીએ તો દેશમાં પાકિસ્તાની નાગરીકોની ૯૨૮૦ મિલકત અને ચીનના નાગરીકોની ૧૨૯ મિલકતો છે. આ તમામ મિલકતોમાંથી જે લોકોએ પાકિસ્તાનનું નાગરીકત્વ સ્વીકાર્યું છે. તેમાં ઉત્તર પ્રદેશમાં ૪૯૯૧, પશ્ર્ચિમ બંગાળમાં ૨૭૫૫, દિલ્હીમાં ૪૮૭ જયારે ચીનના નાગરીકોની સૌથી વધુ મિલ્કતો મેઘાલયમાં ૫૭, પશ્ર્ચિમ બંગાળમાં ૨૯ અને આસામ ૭ મિલકતોનો સમાવેશ થાય છે. શા માટે કેન્દ્ર સરકાર જપ્ત કરાયેલી મિલકતોનો નિકાલ કરવા માંગે છે

ભારત સરકારે દૂશ્મન દેશના નાગરીકોની જપ્ત કરાયેલી અસકયામતો નિકાલ કરી વેચવાનો પ્રયત્ન કરે છે. ગયા વર્ષે એક સમિતિની રચના કરીને ભારત સરકાર દ્વારા હસ્તગત કરાયેલા સાડા છ કરોડ શેર અને જપ્ત મિલ્કત વેચીને ૧૮૭૬ કરોડની રકમ કે જેમાં ૧૧૫૦ કરોડ રૂા. વિપ્રો.ના ૪.૪૪ કરોડ શેર વેચીને ઉભા કરવાની કવાયત હાથ ધરી હતી સરકારે ૨૦૧૮.૧૯માં ૭૭૯ કરોડ રૂા.ના આવા શેર વેચ્યા હતા. કેન્દ્ર સરકાર પાસે હજુ ૨૫૭ લિસ્ટેડ અને, ૩૨૭ અનલીસ્ટેડ કંપનીઓના શેર પડયા છે. માર્ચ ૨૦૧૯ સુધીમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રાલયે આવી સ્થાવર મિલકતો નિકાલની પણ તમામ પ્રક્રિયા પૂરી કરીને તેનો વહીવટ જલ્દીથી પતાવવા કવાયત હાથ ધરી છે. અત્યારે સરકાર સામે આર્થિક મંદી અને નાણાં ભીડના પ્રશ્ર્ને મહેસુલી આવક માટે સરકાર પર દબાણ ચાલી રહ્યો છે. ત્યારે દૂશ્મન દેશોનાં નાગરીકોની મિલ્કતો વેચીને ટુંકા ગાળામાં જ મોટી રકમ હાથ ઉપર લેવા માટે આ પગલા ઉપયોગી બનશે. જોકે વોડાફોન, આઈડીયા, ભારતીય ટેલીકોમ અને ટાટા ટેલી સર્વીસ સહિતની કંપનીઓનાં એકલાખ કરોડની એજીઆરની રક્મ સરકારની લેણી નિકળે છે. ૨૩મી જાન્યુઆરીની મુદત પુરી થવા છતા માત્ર ૧૯૫ કરોડ રૂપીયા રિલાયન્સે જ સરકારમાં જમા કરાવ્યા છે. આથી દુશ્મન દેશોના નાગરીક સંપતિનું વેચાણ નાણાંભીડ દૂર કરવા ઉપયોગી થશે.

Loading...