Abtak Media Google News

મસુદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની યુનોના પ્રસ્તાવને ચીને અટકાવ્યું: સાયોલીયાને વધુ નવ મહિનાની રાહત

ચાઇનાએ વધુ એક પાક પ્રેરિત આતંકી સંગઠન જેસે મોહમ્મદ સરગનો મૌલાના મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની યુનોની મથામણ પર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાનમાં વસતા ચીનના કામદારો અને કોરીડોર પ્રોજેકટમાં પડનારી મુશ્કેલીઓ ના નિવારણની ચીનની ન દેખાતી મજબુરી ના નિવારણની ચીનની ન દેખાતી મજબુરીમાં ચીન વધુ એકવાર મસુદ અઝહરને બચાવવાના પ્રયત્નમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખે ચડી ગયું છે.

પાક. સ્થિત જેસે મોહમદ અને તેના મુખ્ય સુત્રધાર મસુદ અઝહરને આતંકરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની ભારતની લાંબા સમયની માંગણીને અમેરીકા, ફ્રાંન્ચ, બ્રિટન, સહીતના યુનોની કાયમી સલામતી સમીતીના સભ્યોએ દરખાસ્ત મુકીને આતંર રાષ્ટ્રીય ધોરણે મસુદ અઝહર પર પ્ર્રતિબંધ મુકવાની ફ્રાન્સ, અમેરીકા, અને બ્રિટનની માંગને ચીને સતત ચોથી વાર અટકાવી દીધી છે.

બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જુથ જેસે મોહમ્મદને પુલવામાના આત્મઘાતી  હુમલા બાદ વધુ એકવાર બ્લેટ લીસ્ટમાં મુકવાની દરખાસ્ત યુનોમાં મુકી હતી. ચાઇનાએ આ અગાઉ ત્રણ વાર કેટલીક ટેકનીકલ બાબતોની ગુંચ કાઢીને મસુદ અઝહર ને બચાવી લીધો હતો. દર વખતે ચીન યુનોમાં આવતી દરખાસ્તને તેને મળેલા વિટો પાવરનો ઉપયોગ કરીને સ્થગિત કરતું આવ્યું છે.

ભારત સરકારે ચીનના આ વલણનો દુ:ખદ ગણાવી જણાવ્યું હતું કે આ જમ્મુ-કાશ્મીરના પુલવામાંના આત્મઘાતી હુમલામાં સીધી સંડોવણી બદલ આંતરરાષ્ટ્રીય સમુદાયે જૈસે મોહમદના સુત્રધાર મસુદ અઝહર સામે વૈશ્વીક પ્રતિબંધ સહીતની આતંરરાષ્ટ્રીય સમુદાયે ધડેલી આ યોજના સામે ચીન આ વલણ આતંકવાદ મુકત વિશ્ર્વના હિમાયતી વિશ્વના દેશો માટે ખુબ જ આધાતજનક બાબત બની રહેશે. ગઇકાલે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ દ્વારા દાયેશ અને અલકાયદા સામે કલમ ૧૨૬૭ અન્વયે આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રતિબંધ મુકવાની રજુ થયેલી દરખાસ્તને ચોથી વાર ચીને વીટોથી અટકાવી દીધીછે. ચીનનો આ વીટો દુભાગ્ય પૂર્ણ ગણાવીને ભારતે પ્રતિભાવ આપ્યો હતો. કે અમે ભારતના નાગરીકો અને સુરક્ષા દળોને નુકશાન કરનારા તત્વો અને તેના સુત્રધારોને સજા આપવામાં ન્યાય માટે સતત પ્રયત્નશીલ રહીશું.

પાકિસ્તાન તેની ભૂમિ પર આતંકવાદીઓનો પાલતો હોવાની વાત હવે જગ જાહેર થઇ ગઇ છે.

આતંકરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાને આતંકની પાઠશાળા તરીકે ગણી રહ્યું છે. ત્યારે મસુદ અઝહરના મુદ્દે પાકિસ્તાનની થઇ રહેલી વગોવણી વચ્ચે ચીન તેના આર્થિક લાભના લાડવા ઘડવા પાકિસ્તાનને છાવરી રહ્યુ છે. પાકિસ્તાનને ચીન સાથે એવી ગોઠવણ કરી લીધી છે કે ચીનએ પાકિસ્તાનને ત્રાસવાદી દેશ તરીકે બદલનામ થતું બચાવી લેવા તેની સામે ચીનએ પાકિસ્તાનમાં કરેલા રોકાણ અને પાકિસ્તાનમાં વસ્તા ચીનના નાગરીકોને સુરક્ષિત રાખવાનું ગોઠવાયું હોવાનું દેખાય રહ્યું છે.

ચીને અગાઉ ૨૦૧૧, ૨૦૧૬ એ છેલ્લે ૨૦૧૭ માં મસુદ અઝહર સામે મુકેલી અટકાવીને ચીને આતંકવાદ મુદ્દે તેનું બેવડું વલણ જાહેર કર્યુ હતું.

આ વખતે પ્રથમવાર એવું છે કે વિશ્વને હચમચાવી મુકનારી આતંકવાદી હુમલા ની ઘટનાના એક જ અઠવાડીયામાં યુનોમાં મુકવામાં આવેલી દરખાસ્તને ચીને અટકાવી દીધી છે.

જીનપિંગ અને મોદીની યુહાંગમાં થયેલી મુલાકાત બાદ ભારત સાથે સંબંધોના સુધારા ના દાવા અને ભાઇ-ભાઇના માહોલ વચ્ચે ચીને દોડલામ મુદ્દે ભારતનું સન્માન જાળવીને મિત્રતાનો પુરાવો આપ્યો હતો પરંતુ ગઇકાલે ચીને તેની અસલીયત છતી કરી દીધી હોય તેમ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન દ્વારા મસુદ અઝહર સામે આતંરરાષ્ટ્રીય પ્રતિબંધ મુકવાની દરખાસ્તને અટકાવીને ચીને વધુ એક વાર પાકિસ્તાનની ખુલ્લે ખુલી તરફેણ કરી પોતાની મજબુરીનું પ્રદર્શન કર્યુ છે.

જીનપીંગ ગયા વખતે યુહાનમાં ભારતને આતંકવાદ મુદ્દે કોઇપણ પ્રકારના સહકારની તત્પરતા દર્શાવી હતી પરંતુ ગઇકાલે ફરી એક વાર ચીનની અસલીયત સામે આવી ગઇ છે.

પાકિસ્તાનને ચીન અત્યારે મજબુરીથી છાવરી રહ્યું હોવાનું દેખાય રહ્યું છે. ચીન માટે આતંરરાષ્ટ્રી કોરીડોરનું નિર્માણ જરુરી બન્યું છે તેની સામે પાકિસ્તાન સ્થિત અલગતા વાદીઓ અવરોધ રુપ બનવાની સતત દહેશત વચ્ચે ચીન-પાકિસ્તાન અને તેના કાર્યરત અલગતા વાદીઓના સંબંધો બગાડવામાં માનતું નથી. બીજી તરફ પાકિસ્તાન પાસે પોતાના બચાવનો બીજો કોઇ વિકલ્પ જ રહ્યું નથી. ત્યારે પાકિસ્તાનને ચીનનું મોઢુ ખોલાવવા માટે નાક દબાવ્યું હોય તેમ આતંરરાષ્ટ્રીય રોડ કોરીડોરની યોજના પાર પાડવા માટે અને પાકિસ્તાનમાં વસતા ચીની નાગરીકોની સલામતી માટે ચીનને યુનોમાં ભારતને મદદરુપ થવા મજબુર કરી દીધું છે.

ચીને અગાઉ ૨૦૦૯ માં ભારતે સ્વાગત રીતે મસુદ અઝહર સામે પ્રતિબંધની દરખાસ્ત ને અટકાવી હતી. ત્યાર પછી ૨૦૧૬માં ભારતે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે અઝહર સામે પ્રતિબંધ ની દરખાસ્ત મુકી હતી. આજ દરખાસ્ત ૨૦૧૭ માં રીપીટ કરી હતી જયારે ગઇકાલે ફરીથી ત્રણેય દેશોએ મસુદને આતંરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તને ચીને અટકાવીને પાકિસ્તાન માટે વિશ્વ સમુદાયને દુશ્મન બનાવી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.