Abtak Media Google News

અંત:સ્ત્રાવોની અછત મહિલાઓમાં થાઇરોઇડ, પ્રોજેસ્ટેરોન જેવી સમસ્યા પેદા કરી શકે છે

શરીર ના અંત:સ્ત્રાવો દરેક આંતરિક ક્રિયા પર નિયંત્રણ કરે છે. તેના સ્તર ના કોઈ પણ ફેરફારો તમારા શરીર ની સામાન્ય કાર્યપ્રણાલીકા ને અસર કરે છે. તણાવ તમારા શરીર અને આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. મોટા ભાગ ના લોકો આ અંગે કોઈ દરકાર રાખતા નથી. પરંતુ સનશોધન માં સાબિત થયું છે અંત:સ્ત્રાવો ની અસંતુલિત સ્થિતિ અને ચિંતા ને સીધો જ સંબંધ છે.

અંત:સ્ત્રાવો ની અછત થાઇરોઇડ,પ્રોસ્ટેસ્ટોન ની સમસ્યાઓ મહિલા ઓ માં ઉત્પન કરે છે અને તે તણાવ અને અનિંદ્રા જેવી સમસ્યાઓ ઉત્પન કરે છે.જ્યારે તણાવ વધે છે ત્યારે તમામ ગ્રંથીઓ માંથી અને સ્ત્રાવ ની માંગ ઉભી થાય છે. આ કુદરતી પ્રક્રિયા છે જે શરીર માં સ્વયંભૂ નિયમન કરે છે.

તણાવ ની સંબંધ સામાન્ય રીતે કોર્તીસોલનામથી અંત:સ્ત્રાવ સાથે સંબંધ ધરાવે છે. કોર્નીનું જ્યારે તણાવ હોઈ છે ત્યારે કામ કરે છે. મહિલાઓ માં ઋતુધર્મ ના દિવસો પહેલા અથવા મોનોપોઝ કે બાળક ના જન્મ પછી આવતા તણાવ અંત:સ્ત્રાવ ના અસંતુલન ને લીધે થાય છે.

પ્રોજસ્ટેરોન અને એરટોજોન અંત:સ્ત્રાવો આ માટે કારણભૂત છે.પુરુષ માં પણ ટેસ્ટ્રોટેરોન, કોર્તીસોલ નો અભાવ તણાવ માટે કારણભૂત બને છે.સામાન્ય રક્તપરિક્ષણ થી પણ અંત:સ્ત્રાવો ની સ્થિતિ,તેનો સ્તર અને ઘટ ધ્યાન માં લઇ ને ઈલાજ દ્વારા મુડ બનાવી શકાય છે.

અંત:સ્ત્રાવો ની મદદ થી મોટાભાગ ની મહિલાઓ માં સમસ્યા સર્જાય છે.મહિલાઓ માટે પ્રોજેસ્ટેરોન, પ્રોસ્ટોજોન પુરુષ માટે ટેસ્ટ્રોટેરોન જેવા અંત:સ્ત્રાવો નું સંતુલન જરૂરી છે.

તણાવ નો અનુભવ થાઈ ત્યારે શરીર ને  હલનચલન ની જરૂર પડે છે.ચાલવું, કુંદવું, દોડવું અને વ્યાયામ થી તણાવ દૂર થાય છે. વ્યાયામ એને નૃત્ય આનંદ માં લાવતા અંત:સ્ત્રાવો નું સર્જન કરે છે. દિવસ ની શરૂઆત જ યોગ અને વ્યાયામ થી કરવી જોઈએ. દિવાસ માં ૫ વખત ધ્યાન ધરવું જોઈએ તેમજ તણાવમુક્ત થવા માટે વ્યસનો ને તિલાંજલિ આપવી જોઈએ.તણાવ ની અનુભૂતિ થાઈ ત્યારે શરીર માં નશાકારક પદાર્થો ન લેવા જોઈએ.તમને જાણી ને આશ્ચર્યજ થશે કે તણાવ ની સ્થિતિ માં સવાર ની ચા કે કોફી નો પ્યાલો ના લો અને લીલી પ્રાકૃતિક ચા પીવા થી તાજગી નો અનુભવ થાઈ છે.

ક્યારેક વધુ પ્રમાણમાં ગોળીઓ લેવા થી તણાવ માં વધારો થાઇ છે. ગોળીઓ લેવા થી ચેતાતંત્ર માં અસર થાય છે જેના થી તણાવ વધે છે માટે તણાવ રોકવા માટે દવા ટાળવી જોઈએ. ૮૦% થી વધુ અંત:સ્ત્રાવો ની અછત આરોગ્ય પ્રત્યે ની બેદરકારી ના અભાવે સર્જાય છે.સભાનતા ના અભાવે અંત:સ્ત્રાવ માં વધઘટ થાય છે.ઓમેગા-૩ રેડી એસિડ,તેલીબિયાં,લીલા શાકભાજી,કારેલા, ગાજર,જેવા પદાર્થ શરીરમાં ફાયદારૂપ બેક્ટેરિયા નું સર્જન કરે છે અને તે ફાયદારૂપ થાય છે અને અંત:સ્ત્રાવો માં આપોઆપ ઉછાળો આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.