ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ કરી આરતી

97

આરતી બાદ દિવ્યાંગ બાળકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

ખોડલધામ વેસ્ટ ઝોન દ્વારા પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક વાતાવરણમાં ૫૧૦૦થી વધુ ખેલૈયાઓ મનમૂકીને રમી શકે તે માટે અતિ આધુનિક મ્યુઝીક સીસ્ટમ રાખવામાં આવી છે. સતત પાંચ વર્ષથી ખોડલધામ વેસ્ટઝોન નવરાત્રી મહોત્સવનું ઝાઝરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજા નોરતે ૪૦થી વધુ દિવ્યાંગ બાળકોનાં હસ્તે ર્માંની આરતી કરાવવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ બાળકો સહિત મોટી સંખ્યામાં ખોડલધામ વેસ્ટઝોનના કાર્યકર્તાઓ જોડાયા હતા. ખોડલધામ વેસ્ટઝોન નવરાત્રી મહોત્સવના અગ્રણી હસમુખભાઈ લુણાગરીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, ખુબજ સુંદર વ્યવસ્થા સાથે છેલ્લા પાંચ વર્ષથીક અર્વાચીન નવરાત્રીનું આયોજન ખોડલધામ વેસ્ટઝોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બીજા નોરતે દિવ્યાંગ બાળકોએ ર્માંની આરતી આરાધના કરી હતી અને એક કલાક સુધી ગરમે ધૂમ્યા હતા. દિવ્યાંગ બાળકો પાસે આરતી કરાવવાનો ઉદેશ એક માત્ર એ જ હતો કે દિવ્યાંગ બાળકો પણ સમાજનો એક ભાગ છે. અને તેઓ બધા જ તહેવારો ઉજવી શકે તે માટેનો પ્રશ્ર્ન અમારા તરફથી કરવામાં આવ્યો છે.

ખોડલધામ મવડી વેસ્ટઝોન નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા હસમુખભાઈ લૂંણાગરીયા,  જયેશભાઈ સોરઠીયા, જીતુભાઈ સોરઠીયા, ધી‚ભાઈ મુંગરા, મનસુખભાઈ વેકરીયા, સહિતની મોટી ટીમ કાર્યરત છે.

Loading...