Abtak Media Google News

દાદરાનગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ નિર્દેશક વી.કે.દાસના દિશા નિર્દેશન પર મીઠાઈઓ તેમજ ખાધ સામગ્રીની દુકાનો પર ખાધ સુરક્ષા અધિકારી તેમજ તેમની ટીમે પ્રદેશના અલગ અલગ વિસ્તારમાં તપાસ કામગીરી શરૂ કરી અને ખાધ સામગ્રીના સેમ્પલ પણ લીધા પ્રદેશના બધા મીઠાઈના વેપારીઓને સૂચના પણ આપવામાં આવી કે નકલી માવા કે અન્ય કોઈ પ્રકારની ભેળસેળ વાળી મીઠાઈ કે ખાધ સામગ્રી બનાવી અને તેને વેચવા પર પકડાશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સંદર્ભે સ્વાસ્થ્ય નિર્દેશક ડો. દાસે જણાવ્યું દાદરાનગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દર વર્ષે દિવાળી પર તહેવારના સમયે ખાધ સુરક્ષા વિભાગ એવા રોચક નિરીક્ષણ કરે છે. બધી મીઠાઈનો વેપારીઓ તેમજ દુકાનોમાં ભેળસેળ વાળી મીઠાઈ તેમજ ખાધ સામગ્રીના વેચાણ પર લગામ લગાવવા આ તપાસ અભિયાન ચાલે છે.
ખાધ સુરક્ષા વિભાગ તેમજ ખાધ સુરક્ષા અધિકારી પ્રિતી ઠાકોર તેમજ તેમની ટીમને આ જવાબદારી સોપાઈ છે. ખાધ વિભાગ દ્વારા મીઠાઈ, દુધ અને દુધની બનાવટ જેવા ૨૧ સેમ્પલ પણ લેવામાં આવ્યા તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપીકે જો કોઈ ખોટી રીતે મીઠાઈ કે ખાધ સામગ્રી બનાવવામા કોઈ પણ ભેળસેળનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાશે તો તેના સામે કડક કાર્યવાહી થશે આ તપાસ અંતર્ગત પ્રિતી ઠાકોર તેમજ તેમની ટીમે પ્રદેશ ના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.