Abtak Media Google News
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર સ્થિત ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (TCSRD) એ ટૈકનીકલ અને નોન ટેકનીકલ અરજદારો માટે મીઠાપુર માં જોબ ફેર 2018 નું આયોજન કર્યુ હતુ. જેમા ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકામાંથી 1200 થી વધારે રોજગાર ઇચ્છુક યુવાનો સહભાગી થયા હતા. આ ફેર માં સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા.લીમીટેડ, વટવા ઇન્ડસ્ટ્રિયલ એશોશીયન, રિલાયન્સ રીટેઇલ, એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કિલ્સ ટ્રેનીંગ સહીતની અગ્રણી કોર્પોરેટ ના પ્રતિનિધિઓએ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા.તેમા વિવિધ પોઝીશન પર 300 થી વધારે ઉમેદવારોની પસંદગી થઇ હતી. રિફ્રટમેન્ટ એજેન્સીઓ અને કંપનીઓ ભવિષ્યમાં તેમની જરૂરીયાતો મુજબ બાકીના ઉમેદવારોનો સંપર્ક કરશે તેવી બાંહેધરી આપી હતી.
Img 20180608 Wa0106
        ટાટા કેમીકલ્સ મીઠાપુર ના ઉત્પાદન ના વાઇસ પ્રેસીડેન્ટ બી.બી.કથપાલીયા જણાવે છે કે ટાટા કેમીકલ્સ એકીકૃત, સર્વસમાવેશક અને સંકલિત સમાજની રચનામાં માને છે. જેમા તમામ વ્યક્તિઓને વ્યક્તિગત વિકાસ અને સર્વસમાવેશક આર્થિક વિકાસ માટેની તકો ઉપલબ્ધ થાય છે. આ વિસ્તાર ના યુવાનો લાયકાત ધરાવે છે. પણ તેમની લાયકાત અને તાલીમ મુજબ રોજગારી આપતી કંપનીઓ સુધી તેઓ પહોચ ધરાવતા નથી.
Img 20180608 Wa0104 આ પ્રકારની પહેલો મારફતે ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ આ યુવાનોને અગ્રણી કોર્પોરેટમાં ઉપલબ્ધ સંભવિત રોજગારીઓનો લાભ લેવાની તક પુરી પાડે છે. અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની કારકિર્દી ને પાંખો આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.