Abtak Media Google News

હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવાશે. ખાસ કરીને આ જાહેરાતને કારણે રાજ્ય સરકારની તિજોરી પર રૂ. 3279.79 કરોડનું ભારણ વધશે.

કર્મચારીઓને તા. 1-1-2016થી તા. 30-9-2016 સુધીના સાત માસ અને પેન્શનરોને તા.1-1-2016 થી તા.30-9-2016ના નવ માસના તફાવતની રકમ ચૂકવાશે.પ્રથમ હપ્તો માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં, ત્રીજો હપ્તો જુલાઈમાં ચૂકવાશે. રાજ્યના 4.65 લાખ કર્મચારીઓ અને 4.12 લાખ પેન્શેનરોને થશે લાભ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.