લાગણીથી છે જીવન

221
Emotion-is-life
Emotion-is-life

કઈક મણવાનો હેત તે લાગણી,

કઈક ખોવાનો દર તે  લાગણી,

બોલ્યા વિના સમજાય તે લાગણી,

પરિચય વિના ઓળખાય  તે લાગણી,

આનંદથી અનુભવાય તે લાગણી,

મુખથી મલકાય તે લાગણી,

પ્રેમનો પર્યાય તે લાગણી,

સર્જન વિના સર્જાય તે લાગણી,

અચરજ વિના કહેવાય તે લાગણી,

સ્પર્શ વિના જોડાય તે લાગણી,

દિલનો દરવાજો પ્રેમથી ખોલાવડાવે તે લાગણી ,

સંબંધોની સમજણ અપાવે  તે લાગણી.

કવિ : દેવ એસ મહેતા

Loading...