Abtak Media Google News

સમયાંતરે સરકાર વિરોધી રિપોર્ટિંગ કરનારા ‘જીયો’ ચેનલના માલિકની ધરપકડ કરાતા ખળભળાટ

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે શુક્રવારે લાંચ રૂશ્વત વિરોધી સંસ્થાનને દેશના સૌથી મોટા મિડિયાં જુથના માલિક સામે છેલ્લા ત્રણ દાયકામાં કરેલા ભ્રષ્ટાચાર અને અવૈધ રીતે મેળવેલી લાંભ, રૂશ્વતના કેસમાં  તપાસ કરવાની મંજુરી આપી દીધી હતી. સુપ્રિમે કોર્ટના આ નિર્ણયનો મિશ્ર પ્રત્યાધાતો ઉઠયા છે. પાકિસ્તાનના માતબર ગણાતા જંગ મિડિયા જુથના ચીફ ઓડિટર મિર શકીલુર રહમાન કે જેઓ ઉર્દુ અને ઇગ્લીશ અખબારો ઉપરાંત પાકિસ્તાનમાં સૌથી વધુ જોવાતી જીયો ન્યુઝ ટીવીના માલીક છે. તેમને ગુરૂવારે પકડી લઇને નેશનલ એન્કાઉન્ટ એબીલીટી બ્યુરો એનએબીએએ તપાસ હાથ ધરી છે.

6.Saturday 1

જંગના માલિક મિર શકીલુરરહમાન ઉપર એનએબીએ એ આક્ષેપ કર્યો છે કે તેમણે ૧૯૮૬ ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર કરીને અવૈધ રીતે મિલકતો ઉભી કરી છે. મિર શકીલુર રહમાનને ૧ર દિવસના રીમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે. ધારાશાસ્ત્રી એજાજ અહેશાને જણાવ્યું હતું કે રહમાનને લાંચ રૂશ્વત કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. શકીબુર રહમાનની ધરપકડના વિશ્ર્વ કક્ષાએ પડઘા પડવાનું શરુ થયું છે. ન્યુર્યોકરિયન પત્રકારોના સંરક્ષીત અને પાકિસ્તાનના માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થાઓ આ ધરપકડને પ્રેસની આઝાદી પર હુમલો સમાન ગણાવી હતી.

જંગમિડિયાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી જંગના સરકાર સામેના સત્ય અહેવાલો અને એનએબીએની કામગીરીની આલોચનાનો બદલો લેવા માટે રહેમાન ઉપર રાગદ્રેષથી કાયદાનો સંકજો કરવામાં આવ્યો છે. જંગના સુત્રોએ જણાવ્યું હતું કે એસીબી છેલ્લા કેટલાક સમયથી અમારા પત્રકારો અને તંત્રીઓને છેલ્લા કેટલાંક સમયથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકાદ ડઝન જેટલી નોટીસો મોકલીને સરકાર વિરોધી રીપોર્ટીગ કરનાર જીયો ન્યુઝ ચેનલને બંધ કરાવી દેવાની ધમકીઓ આપી રહ્યું  હતું. દેશના વિપક્ષો તો લાંબા સમયથી એનએબીએ સામે સરકારના હથિયાર તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે માહિતી મંત્રી ફિરદોશ આશિક અહવાને જણાવ્યું હતું કે કે ઉઘોગપતિ સામે તપાસના આ મામલાને પ્રેસની આઝાદી સાથે જોડી દેવાની વાત દુ:ખદ ગણી શકાય. ૨૦૧૮ની ચુંટણીઓ પછી સત્તામાં આવનારા વડાપ્રધાન ઇમરાનખાનના સંબંધો પ્રેસ અને પ્રવતકતાઓ સામે દિવસે દિવસે વણસતા જતો રહ્યા છે. સરકાર પર એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ખાનનું તંત્ર માઘ્યમો પર તપાસના નામે લશ્કર અને તંત્રનો દુ‚પયોગ કરી રહ્યું છે. સામાજીક કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો છે કે ૨૦૧૮ થી સરકારી તંત્રનો માઘ્યમો પર સતત કાયદાકીય હુમલા જેવી કાર્યવાહીથી ૩૦૦૦ જેટલા પત્રકાર અને કર્મચારીઓને નોકરીઓ ગુમાવવી પડી છે. ઇમરાનખાન અને લશ્કરી અધિકારીઓએ મિડિયા પર નવાઝ શરીફના હિમાયતી હોવાના આક્ષેપ કર્યો છે.

વરિષ્ઠ પત્રકાર મુર્તુજા સંલંગીની નોકરી પણ ભ્રષ્ટાચારી રહેમાનની ધરપકડ બાદ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. જીયો ન્યુઝના ઇમરાન અસલમે આક્ષેપ કર્યો હતો કે અમે લાંબા સમયથી દબાણમાં કામ કરી રહ્યા છીએ. કેટલાંક સમયમાં જીયો ન્યુઝને વારંવાર બંધ કરી દેવામ) આવ્યું છે સરકાર માઘ્યમોના નિયમોની દુરાઇ આપીને કેબલ ઓપરેટરોને પ્રસારણ ન કરવા દબાણ કરી દે છે. પાકિસ્તાનમાં માઘ્યમોની સ્વાયત્તા પર વારંવાર સરકારનું દમન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાનના મિડિયા જાયન્ટ જંગના માલિક મિર શકીલુર રહમાન ની ધરપકડના પગલે વિશ્ર્વમાં ખડભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.