Abtak Media Google News

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા મજુર દિન નિમિતે રાજકોટ સીટી સર્કલ ખાતે કર્મચારીઓની માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કરાયેલ. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સંઘના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે માંગણી સાતમાં વેતન પંચની અમલવારી પછી એરીયર્સની રકમ ચુકવી આપવા તેમજ વિદ્યુત સહાયકોના પગાર વધારાની રજુઆતો જે અનિર્ણિત છે તેમજ વધી ગયેલા કાર્યબોજની સામે જીએસઓ ૪ મુજબ સેટઅપ મંજુર કરેલ છે. જેની જગ્યાઓ ભરવાની બાકી છે.

તે ઉપરાંત ગુજરાત સરકારના કર્મચારીઓને સાતમાં પગાર પંચની અમલવારી પછી એરીયર્સની રકમ ચુકવી આપવામાં આવેલ છે. જયારે ઉર્જા ખાતાના ૫૦,૦૦૦ કર્મચારીઓને હજી સુધી એરીયર્સ ચુકવાયેલ નથી અને તે અંગે મંજુરી આપવામાં આવેલ નથી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. સરકારી ગ્રાન્ટ આધારિત સંસ્થા નથી. સ્વતંત્ર રીતે કામગીરી કરે છે અને તેના કારણે કોઈ નાણાકિય ભારણ સરકાર ઉપર નહીં પડતું હોવા છતાં પણ આ અંગે મંજુરી આપવામાં વિલંબ થવાથી કર્મચારીઓ નિરાશા અનુભવે છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ છતાં પણ આજ દિવસ સુધી નિરાકરણ નહીં થતા સુત્રોચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.