Abtak Media Google News

ફોર્ડ કંપનીએ તેની એસયુવી સેગમેન્ટમાં મસ્ટેગ મેક ઈન ઈલેકટ્રીક ગાડી લોન્ચ કરી

સમગ્ર વિશ્ર્વ હાલ પેટ્રોલ-ડિઝલનાં ભાવથી ત્રાહિમામ પોકારી ઉઠયું છે ત્યારે વૈકલ્૫િક સ્ત્રોત તરીકે હાલ તમામ મોટી આંતરરાષ્ટ્રીય કંપની ઈલેકટ્રીક વાહનો તરફ અગ્રેસર થઈ રહી છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જે કોઈ ઈલેકટ્રીક ગાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની ગતિ ગોકળગાય જેવી હોય છે પરંતુ આ વાત હવે ભુતકાળ બની જશે કારણકે ગોકળગાય ગતિએ ચાલતી ઈલેકટ્રીક ગાડીઓ આગામી દિવસોમાં સડસડાટ રીતે દોડશે જેમાં ફોર્ડ કંપનીએ તેનાં એસયુવી સેગમેન્ટમાં મસ્ટેગ મેક ઈ ગાડી લોન્ચ કરી છે જે સંપૂર્ણપણે ઇલેકટ્રીસીટીથી ચાલશે. અનેકવિધ કંપનીઓ કરોડો રૂપિયાનું રોકાણ ગાડીઓનાં નિર્માણ માટે કરતું હોય છે ત્યારે આગામી દિવસોમાં ફોર્ડ કંપની ૧.૪૦ લાખ કરોડ રૂપિયા ઈલેકટ્રીક કારનાં મેન્યુફેકચરીંગ માટે રોકાણ કરશે જેની અવધી ૪ વર્ષની રહેશે તેમ કંપનીનાં સંપર્ક સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

મસ્ટેગ મેક ઈ ગાડીનું અનાવરણ થતાની સાથે જ ફોર્ડનાં ચેરમેન જુનિયર બીલ ફોર્ડે જણાવ્યું હતું કે, આગામી ૨૦૩૦ સુધીમાં ફોર્ડ કંપની એકમાત્ર એવી કંપની હશે કે જે કલીનકાર અને ઓટો મેકર કાર્બન ન્યુટ્રલથી સુસજજ હશે. ફોર્ડ દ્વારા માહિતી મળી રહી છે કે ઈલેકટ્રીક વાહનોનાં નિર્માણ માટે આગામી ૨૦૨૦ સુધીમાં કંપની ૧૧.૫ બિલીયન ડોલરનું રોકાણ કરશે અને ઈલેકટ્રીક વાહનને રસ્તા પર દોડાવશે. સૌપ્રથમ ટેસલા દ્વારા બનાવવામાં આવેલી ઈલેકટ્રીક ગાડીની હરીફાઈ હવે સીધી જ ફોર્ડ કંપની દ્વારા કરવામાં આવશે. કંપનીનાં ચેરમેને જણાવતાં કહ્યું હતું કે, આગામી દિવસમાં ગાડીઓ ઈલેકટ્રીસીટીથી ચાલતી હશે અને તે દિશામાં તમામ કંપનીઓએ જરૂરીયાતપૂર્વક રોકાણ પણ કરવું પડશે અને તે દિશામાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પણ કરવું પડશે જે કોઈ ઓટો મોબાઈલ કંપની આ કાર્યમાં નિષ્ફળ નિવડશે તો તેઓનું જે અધિપત્ય પ્રભુત્વ જે બજાર પરનું હશે તેમાં અનેકગણો ઘટાડો થઈ શકે છે. હાલ વિશ્ર્વની જે માંગ છે તે માંગ ઓટો મોબાઈલ કંપનીએ સંતોષવી અત્યંત જરૂરી બની છે. કોઈપણ ગાડી જે બનાવવામાં આવતી હોય તેની ડિઝાઈન અત્યંત મહત્વપૂર્ણ હોય છે ત્યારે ફોર્ડ દ્વારા નવનિર્મિત મસ્ટેગ મેક ઈ ઈલેકટ્રીક ગાડીની ડિઝાઈન અન્ય કરતા ભિન્ન છે કે જે એક વખત ચાર્જ થયેલી બેટરીમાં ૪૮૩ કિલોમીટરનું અંતર કાપી શકશે. હાલ કંપની દ્વારા મેક ઈ ઈલેકટ્રીક ગાડી ૨૦૨૦માં મળવાપાત્ર રહેશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

ફોર્ડ કંપની દ્વારા ગાડીમાં નવું બેટરી પેક પણ બનાવવામાં આવ્યું છે જે ગાડી અંદરનું બેઝ બોર્ડ અદ્યતન સોફટવેરથી સુસજજ થઈ ૧૫.૫ ઈંચની ડિસ્પ્લે સાથે ડાયાગોનલ સ્ક્રીન આપવામાં આવશે જે અન્ય કોઈ ગાડીમાં હજુ સુધી જોવા મળતી નથી. આ તકે પ્રાપ્ત માહિતી મુજબ હજુ પણ કંપનીનાં સંપર્ક સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ૨૫ થી ૩૦ ટકા જેટલો સુધારો ઈલેકટ્રીક ગાડીનાં મેન્યુફેકચરીંગ માટે વધુ કરવામાં આવશે જેથી ગાડીની ગુણવતામાં પણ અનેકગણો વધારો થઈ શકે. હાલ જે નવનિર્મિત મસ્ટેગ ગાડી જે લોકો હાલ રોડ ઉપર ચલાવી રહ્યા છે ૧૯૬૪માં બનાવવામાં આવી હતી ત્યારે ૧૯૯૦માં અર્થવ્યવસ્થા નબળી પડતાની સાથે જ ફોર્ડનાં કારીગરોએ રેર વીલ ડ્રાઈવ મસ્ટેગને ફ્રન્ટ વીલ ડ્રાઈવ કરવા જણાવાયું હતું જેથી તેની પ્રોડકટ કોસ્ટમાં અનેકગણો ઘટાડો થયો છે અને મંદીની પરિસ્થિતિમાં પણ કંપની સ્થિર થઈ અનેકવિધ નવી ગાડીઓનાં મોડલો પણ લોન્ચ કરવામાં આવ્યા હતા ત્યારે ફરીથી ફોર્ડ કંપની માટેનો ટર્નીંગ પોઈન્ટ મસ્ટેગની મેક ઈ મોડલથી જોવા મળશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.