Abtak Media Google News

ભારતના પૂર્વોતર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. લોકસભાની ચુંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા રણનીતિ અને તૈયારીઓનો ધમધમાટ શ‚ થઈ ગયો છે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે ૧૧ માર્ચે ઉતરપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર એમ લોકસભાની બે બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં બહુજન સમાજ પાર્ટીએ સમાજવાદી પાર્ટીની પડખે રહેવાનો નિર્ણય કર્યો છે. યુપીમાં સપા-બસપાનું જોડાણ થયું છે. આગામી ૧૧ માર્ચે યુપીમાં લોકસભાની બે બેઠક માટે પેટાચુંટણી થશે જયારે ૧૪ માર્ચે પરિણામો જાહેર થશે. રવિવારે ગોરખપુર અને ફુલતુર બેઠક પરના બીએસપીના લીડરોએ જાહેર કર્યું હતું કે, તેઓ સપાને ટેકો કરશે.

જણાવી દઈએ કે, ૧લી માર્ચે બસપા લીડર માયાવતીએ આ બંને બેઠકોની પેટાચૂંટણીને ધ્યાને લઈ મતદારોનો મુડ જાણવા એક બેઠક બોલાવી હતી. ત્યારબાદ બીજી માર્ચે માયાવતીએ બસપા કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, આપણી પાર્ટીએ અન્ય પક્ષને ટેકો જાહેર કરવો જોઈએ કે જે ભાજપને મત આપી શકે બસપા અને સપા વચ્ચે જોડાણ થયું. આ તકે માયાવતીએ જણાવ્યું હતું કે, બહુજન સમાજ પાર્ટી સંધી માટે સપામાં પ્રવેશ કર્યો નથી પરંતુ તેમની પાર્ટી સપાના ઉમેદવારોને ટેકો આપશે અને ભાજપને હરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.