રાજુલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી : ૧૬ બેઠકો માટે ૪૩ ઉમેદવારોના ફોર્મ ભરાતા રાજકારણ ગરમાયું

રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા જેમાં કુલ ૪૩ ફોર્મ ભરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત મુજબ રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત વિભાગમાં ૧૦ વેપારી વિભાગમાં ૪ જ્યારે ખરીદ વેચાણ સંઘમાં બે સભ્યો મળી કુલ ૧૬ ડિરેક્ટરો ની ચૂંટણી થવાની છે ૨૩મી તારીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ૯મી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે હવે માર્કેટિંગ યાર્ડ બિનહરીફ થાય છે કે કેમ તે આગામી ૨૩મી ખબર પડશે. આ બાબતે હાલમાં માર્કેટિંગ યાર્ડ માં ભાજપ પ્રેરિત પેનલે પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે સામે કોંગ્રેસ પ્રેરિત પેનલે પણ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે

Loading...