Abtak Media Google News

કોટડાસાંગાણી પંથકમાં બેઠક દરમિયાન કગથરાએ બીન સંસદીય શબ્દ પ્રયોગ કરતા આચારસંહિતા ભંગની કાર્યવાહી: પંચના આદેશથી જિલ્લા ચૂંટણી તંત્રએ રિપોર્ટ મોકલ્યો

કોટડાસાંગાણી પંથકમાં કોંગી ઉમેદવાર કગથરાએ ભાજપ માટે ‘હલકટ’ જેવો બીન સંસદીય શબ્દ પ્રયોગ કરતા ચૂંટણી પંચે સુઓમોટો હેઠળ જાતે જ ફરિયાદી બનીને આચારસંહિતા ભંગની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પંચે જિલ્લા ચૂંટણી તંત્રને જરૂરી આદેશા આપતા જિલ્લા ચૂંટણી તંત્રએ હરકતમાં આવતા રીપોર્ટ તૈયાર કરીને પંચને મોકલી આપ્યો છે.

તાજેતરમાં કોટડાસાંગાણી પંથકમાં કોંગી ઉમેદવાર કગથરાએ ૧૦ થી ૧૫ વ્યકિત સાથે ગ્રુપ બેઠક ગોઠવી હતી. આ વેળાએ ક્ગથરાએ ભાજપ માટે ‘હલકટ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો ૧૫ થી ૨૦ સેક્ધડનો વિડિયો પણ વાઈરલ થયો છે. જેના પગલે ચૂંટણી પંચે સુઓમોટો હેઠળ જાતે ફરિયાદ બનીને આચારસંહિતા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવીને રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. જેથીચૂંટણી તંત્રએ સમગ્ર વિગતોમેળવી એક રીપોર્ટ તૈયાર કરી તેને પંચને સુપ્રત કર્યો છે. ચૂંટણી પંચ આ રીપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરનાર છે. તેવું જાણવા મળ્યું છે.

બીજી બાજુ આધારભૂત સુત્રોમાંથી મળતીવિગતો મુજબ લોઠડા ખાતે કાકારીયા પરિવાર દ્વારા શકિત માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ભાજપના ધારાસભ્ય રૈયાણી અને બાબુભાઈ નસીતે ‘ધુણી’ને સાંકળો મારી હતી. તેનો વિડીયો પણ વાયરલ થતા ચૂંટણી પંચે હરકતમાં આવીને જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી આ ઘટનાની વિગતો મંગાવી હોવાનું જાણવા મળ્યું છે.

આઈઓસીના કર્મચારીઓની ચૂંટણી ફરજ મૂકિતની ૯૫ ટકા અરજીઓ ફગાવાઈ

આઈઓસીના ૭૦૦ કર્મચારીઓએ ચૂંટણી ફરજમાંથી મૂકત થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તા સમક્ષ અરજીઓ કરી હતી. આ અરજીઓમાંથી ૯૫ ટકા અરજીઓ જિલ્લા ચૂંટણી અધિકારીએ ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

આઈઓસીના કર્મચારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ એવું બહાનું ધર્યુ હતુ કે તેઓને ગુજરાતી ભાષા બરાબર રીતે આવડતી ન હોય ચૂંટણી ફરજમાં મુશ્કેલીઓ ઉભી થશે ત્યારે જીલ્લા ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ પણે પ્રત્યુતરમાં કહ્યું કે જો તમને ગુજરાતી ભાષા આવડતી ન હોય તો તમને મતદાન વખતે આંગળી પર સાહી લગાવવા માટે રાખી દેશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.