Abtak Media Google News

રાજકીય જાહેર ખબરો અંગે સોશિયલ મીડિયા માટેના જાહેરનામાના કડક અમલ માટે કરાઈ માંગણી 

ઈવીએમ સાથે વીવીપેટ લગાવવાની વિપક્ષની માંગણી મુદ્દે ચૂંટણીપંચનો જવાબ માંગતી સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર ૨૧ રાજકીય પક્ષોને ઈવીએમ સાથે ઓછા વીવીપેટ મુકવાની માંગણીની અરજીની સુનાવણીમાં પંચને તાત્કાલિક યોગ્ય જવાબ રજુ કરવા તાકીદ કરી છે. વડી અદાલતમાં બિન એનડીએના ૨૧ રાજકીય પક્ષો વતી ધારાશાસ્ત્રી કે જે વીવીપેટના ઉપયોગની માંગણીનો પક્ષ અદાલતમાં મુકી રહ્યા છે ત્યારે અદાલતે પંચને તેનો પક્ષ રાખવા યોગ્ય પ્રવકતાની નિમણુક કરી ૨૫ માર્ચની આગામી સુનાવણી વખતે કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.

3પ ક્ષકારોએ કોર્ટ સમક્ષ માંગણી મુકી છે કે ઈવીએમ સંપૂર્ણપણે વિશ્વસનીય ગણી ન શકાય અને તેમાં ગેરરીતની આશંકા ઉભી થાય તેની સામે ચુંટણીપંચે દલીલ કરી છે કે ઈવીએમમાં કોઈપણ પ્રકારની વાયરલેસ પ્રકારની લીંકની સુવિધા નથી. તેને કોઈપણ હેક કરી શકે તેમ નથી. ગયા વર્ષે જ આ પડકાર સામે ઉત્પાદકે ઈવીએમ મશીન હેક કરવાનો ખુલ્લો પડકાર કર્યો હતો પરંતુ ઈવીએમને કોઈ હેક કરી શકયું ન હતું.

એપ્રિલ માસથી ચુંટણી શરૂ થવાની છે અને ૨૩ મે સુધી ચાલશે ત્યારે આ અભિયાન વચ્ચે સુપ્રીમ કોર્ટ આ મુદ્દો ઉકેલવા માટે માર્ચની ૨૫મી તારીખ આપવામાં આવી છે ત્યારે આ પ્રકરણમાં હોળીની રજાઓ બાદ ત્વરીત ઉકેલ લાવવા કમર કસવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.