Abtak Media Google News

લોકસભાની સાથે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિકકીમ, અ‚ણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજવા ચૂંટણી પંચની તજવીજ

વર્તમાન લોકસભાનો કાર્યકાળ ૩ જૂને પૂર્ણ થવા થઈ રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી યોજવા તજવીજ હાથ ધરી દીધી છે. હાલમાં ચૂંટણી કયાં મહિનામાં અને કેટલા તબકકામાં યોજાશે તે અંગે ચૂંટણી પંચમાં વિચારણા ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના સુત્રોએ વ્યકત કરી છે. લોકસભાની ચૂંટણી સાથે પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ શકયતા વિચારવામાં આવી રહી છે.

સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ચૂંટણી પંચમા હાલમાં આગામી લોકસભાની ચૂંટણી કયારે યોજવી, કેટલા તબકકામાં યોજવી, તે માટે સુરક્ષા દળોની વ્યવસ્થા કેવી રીતે કરવી, ચૂંટણી સ્ટાફની વ્યવસ્થા કેવી રીતે કરવી વગેરે જેવા મુદાઓ વિગતવાર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ હજુ બેક માસ ચાલનારો છે. જેની ચૂંટણી પંચ દ્વારા માર્ચના પ્રથમ સપ્તાહમાં દુનિયાના સૌથી મોટા ચૂંટણી કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તારીખો અને તબકકાઓની જાહેરાત થવાની સંભાવના છે.

ગત લોકસભાની ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ ઓરિસ્સા, સિકકીમ અને અ‚ણાચલ પ્રદેશ રાજય વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેથી, આ રાજયોની વિધાનસભાની મુદત પણ પૂર્ણ થઈ રહી હોય તેની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું ભંગ થઈ ચૂકયું છે. અને ત્યાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. જેથી નિયમોનુસાર ચૂંટણી પંચ છ માસમાં ચૂંટણી કરવી જરૂરી છે.

જમ્મુ-કાશ્મીરમાં મે માસ પહેલા વિધાનસભાની ચૂંટણી કરવી જરૂરી હોય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી સાથે પાંચ રાજયોની ચૂંટણી યોજાવવાની સંભાવના છે. આંધ્રપ્રદેશ વિધાનસભાની મુદત ૧૮મી જૂને ઓરિસ્સા, વિધાનસભાની મુદ્ત ૧૧મી જુને, અ‚ણાચલ પ્રદેશ વિધાનસભાની મુદત ૧ લી જૂને, જયારે સિકકીમ વિધાનસભાની મુદત ૨૮મીએ પૂર્ણ થવા જઈ રહી છે. જેથી આ લોકસભાની સાથે પાંચેય રાજય વિધાનસભાની ચૂંટણી કરવા ચૂંટણી પંચ મે જુનમાં ચૂંટણી યોજે તેવી સંભાવના સુત્રોએ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.