Abtak Media Google News

કાલે મત ગણતરી માટેના સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન: ૧૮મીએ વહેલી સવારે ૪ કલાકે દ્વિતીય રેન્ડમાઈઝેશન : એક બેઠકની ગણતરી માટે ૧૪ ટેબલ રખાશે: ૩૩૬ કર્મચારીઓનો કાફલો રહેશે ખડેપગે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૮મીએ યોજાનાર મત ગણતરી માટે તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. આવતીકાલના રોજ મત ગણતરી માટેના સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવશે. ત્યારબાદ ૧૮મીએ વહેલી સવારે સવારે ૪:૦૦ કલાકે સ્ટાફનું દ્વિતીય રેન્ડમાઈઝેશન કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં કુલ ૩૩૬ કર્મચારીઓના સ્ટાફની જ‚રીયાત છે. જેમાં દરેક બેઠકમાં ૪૨ કર્મચારીઓના સ્ટાફની જ‚રી છે. જ‚રિયાતથી અંદાજે ૧૦ ટકા જેટલા વધુ કર્મચારીઓનું લીસ્ટ આજરોજ ચૂંટણી અધિકારી સમક્ષ મુકવામાં આવશે.

ત્યારબાદ આવતીકાલે પ્રથમ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. રેન્ડમાઈઝેશન બાદ સ્ટાફે કઈ બેઠકમાં મત ગણતરીની ફરજ બજાવવાની છે તે નકકી થશે.

કણકોટ ખાતે આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં મત ગણતરી માટે દરેક બેઠકના ૧૪ ટેબલ હશે. આમ કુલ ૧૧૨ ટેબલ હશે. પ્રથમ રેન્ડમાઈઝેશનમાં સ્ટાફની બેઠક નકકી થયા બાદ ૧૮મીએ વહેલી સવારે ૪ કલાકે સ્ટાફનું બીજુ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે જેમાં મત ગણતરી માટે કર્મચારીએ કયાં ટેબલ પર ફરજ બજાવવાની થશે તેની વિગત જાણવા મળશે.

રાજકોટ જિલ્લાની ૮ સહિત કુલ ૮૯ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી ગત ૯મીએ યોજાય હતી.

૧૮મીએ સવારે ૮ કલાકથી મત ગણતરીની પ્રક્રિયા આરંભવામાં આવશે. સવારે ૧૦ કલાકથી પરિણામ જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.