Abtak Media Google News

ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે મતદારોને રોકડ રકમ વેંચવાના આ વાયરલ વીડીયોએ ચક્ચાર મચાવી

ગુજરાત લોકસભા અને કેટલીક વિધાનસભાની પેટા ચૂંટણી આડે હવે ગણતીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં કથીત રીતે વહેચવામાં આવેલા નાણાં અંગે ચૂંટણી પંચ તપાસના આદેશો જારી કર્યા છે.શુક્રવારે પાટણમાં મંત્રી સ્મૃતિ ઈરાનીની ચૂંટણી સભા બહાર લોકોને રોકડ નાણાની વહેંચણી કરાતી હોય તેવો એક વિડિયો વાયરલ થતા પંચે આ ઘટના અંગે તપાસના આદેશો જારી કર્યા છે.

અમદાવાદથી ૧૨૫ કિ.મી. દૂર પાટણમાં ૧૭મી એપ્રીલે યોજાયેલી સભા દરમ્યાન મહિલાઓનાં ટોળામાંથક્ષ એક મહિલા અન્ય પાસેથી રૂપીયા લેતી હોવાનો વિડિયો સ્થાનિક ચેનલમાં પ્રસારીત કરવામા આવ્યો હતો. આ વિડિયો કલીપમાં મહિલાઓનું એક જુથ રૂપીયા સ્વીકારતું હોવાનું નજરે પડે છે. વિડિયો જે ચેનલમાં પ્રસારીત કરવામાં આવ્યો છે. તે ચેનલે દાવો કર્યો છે.કે આ વિડિયા સ્મૃતિ ઈરાનીની સભા સ્થળની બહાર ઉતારવામા આવ્યો હતો.

દેશમા ચૂંટણીમુકત અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન નાણાંનો કોઈ દૂર વ્યય ન થાય તે માટે ચૂંટણીમાં કયાંય નાણાંનો દૂરપયોગ ન થાય તે માટે ઉમેદવારોના ખર્ચનો હિસાબ અને નાણાંની હેરફેર અટકાવવા માટે સતત પ્રયાસો વચ્ચે હાઈવે પર સતત વાહન ચેકીંગ અને શંકાસ્પદ બિન હિસાબી રોકડ પકડવામાં આવી રહી છે. તેવા બંદોબસ્તનાં ધમધમાટ વચ્ચે ગુજરાતનાં પાટણમાં સભા સ્થળ બહાર મહિલાઓને રોકડ રકમની લ્હાણી કરવામાં આવતો કીત વિડિયો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

પાટણના નિવાસી અધિકચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતુ કે વિડિયો જોયાબાદ અમે આપ્રકરણની તપાસના આદેશો જારી કરી તાત્કાલીક આ અગેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા આદેશો આપ્યા છે. ગુજરાતનાં ત્રીજા તબકકામાં મતદાન સાથે ૨૩મી એપ્રીલે થનારા મતદાન પૂર્વે જ પાટણમાં સભાસ્થળ બહાર રોકડનું વિતરણ થયાના આ વાયરલ વિડિયોના પગલે જારી થયેલા તપાસના પગલે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

ચૂંટણીમાં નાણાંના જોરે મતદારોને પ્રભાવીત કરવાના પ્રયાસોને ફોજદારી ગુનો ગણવામાં આવે છે. પાટણની આ ઘટના અંગે મીડીયામાં જારી થયેલા અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવી તાત્કાલીક તપાસનાદેશો જારી કર્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.