Abtak Media Google News

વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મની રિલીઝ પહેલાં જ ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો અને હવે મોદીના જીવન પર આધારિત વેબ સીરીઝ Modi-Journey of a Common Man ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. શનિવારે ચૂંટણી પંચે ઈરોઝ નાઉને આદેશ આપ્યો છે કે, આ વેબ સીરીઝના દરેક એપિસોડની સ્ટ્રીમિંગ તેમના દરેક મીડિયમ પર બંધ કરી દે.

વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’પર ચૂંટણી પંચે રિલીઝના એક દિવસ પહેલાં જ પ્રતિબંધ લગાવી દીધો હતો. ફિલ્મ 12 એપ્રિલે સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી. ઓમંગ કુમાર નિર્દેશિત આ ફિલ્મ પર આરોપ હતો કે તે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે.

ફિલ્મ પર પ્રતિબંધ મુક્યા પછી હવે ચૂંટણી પંચના પ્રહાર મોદીની વેબ સીરીઝ પર થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા ટ્વિટ કરીને આ વિશેની માહિતી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.