Abtak Media Google News

અશ્વીની મહેતા, વિભુતી જોશી, આતા ખાન અને બસીર પાલેજાના કંઠે રાસ ગરબાની રમઝટ

જૈન વિઝન નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માતાની આરાધના સાથે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ વર્ષે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન મહિલા ટીમ પણ કાર્યરત છે. જેમાં ગીતોના સુર પોરવનાર ગાયકોમાં અશ્વીની મહેતા, ગરબા કિંગ આતા ખાન, વિભુતી જોશી અને બસીર પાલેજાએ અબતકની મુલાકાત લીધી હતી. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, રાજકોટની જનતાને સુરની પરખ છે અને અહીંના લોકોની ખાસીયત છે કે તેઓ તમામ ટેસ્ટના લોકોને સ્વિકારે છે. તેમણે પોતાના કંઠમાં સ્વરપરિચયની ઝલક પણ આપી હતી.

જૈન વિઝનમાં ખેલૈયાઓ માટે મહેશ ઢાંકેચા, મનીષ જોશી અને હિતેષ મહેતા રિધમીસ્ટ તરીકે કાર્યરત છે. આ વખતે જૈન વિઝનમાં ઓર્કેસ્ટ્રા અને સિંગરો નઝરાણુ છે. આ નવરાત્રી મહોત્સવમાં માતાજીની સ્તુતિ ઉપરાંત જુદા-જુદા ક્ષેત્રની પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જૈન સમાજની બહેનો માટે સીઝન પાસ તદન વિનામૂલ્યે અપાયા છે. રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ પાસેના વિશાળ મેદાનમાં થઈ રહેલા નવરાત્રી આયોજનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઝુમી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.