Abtak Media Google News

લોકોને ઉપયોગી થવાના હેતુથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો

રાજકોટ ખાતે આવેલ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના રાજકોટમાં ૯માં સ્થપના દિન નિમિત્તે વિવાઈઓ દ્વારા લોકોને ઉઓયોગી થાય તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા, ડાયાબિટીસ જેવી બીમારીઓના દર્દીઓને અવાર નવાર રક્તની જરૂર હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રક્તદાન ડોનેશનનું પ્રમાણ ઘટવાને કારણે  બ્લૂડબેન્ક માં રક્તની કમી જોવા મળતી હોય છે. ત્યારે સમાજને ઉપયોગી થવાના હેતુથી વિવાઈઓ દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવાંમાં આવ્યું હતું. જેમાં રાજકોટના ઉદ્યોગ પતિ મૌલેસભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યક્રમ વ્રજરાજી મહારાજની દેખરેખ નીચે યોજવામાં આવ્યો હતો.

મીતુલભાઈ એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે.રાજકોટ વી. વાઇ. ઓ.ના ૯માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત સેવા કાર્ય કરવાનો વિચાર અમને આવ્યો હતો. ત્યારે હાલના સમયમાં કોરોનાની સ્થિતિમાં લોકોમાટે શું કરવું કે જેનાથી સમાજને ઊપયોગી થઈ શકાય. કમિટી મેમ્બર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે  બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે. હાલની મહામારીના સમયમાં રક્તની જરૂર રહેતી હોય છે. લોકોને રક્ત મળવું મુશ્કેલ બને છે. ત્યારે વી વાઇ ઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. સોશીયલ મીડિયાના માધ્યમથી આમારા દ્વારા રક્તદાન કેમ્પની જાહેરાત કરવામાં આવી હતી. જેનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ કેમ્પમાં ૧૫૦ જેટલી બોટલો રક્ત એકત્ર કરવામાં આવી હતી. એકત્ર થયેલા રક્તને બ્લડ બેંકમાં જમા કરાવીને જરૂરિયાત મંદ સુધી પહોંચાડવામાં આવશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.