Abtak Media Google News

આઈનસ્ટાઈનના આ લેટરમાં તેના હસ્તાક્ષરની સાથે સાથે સક્ષિપ્ત ‘વન લાઈન’ પણ લખવામાં આવી હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યા

જર્મનના ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈન દ્વારા લખાયેલા એક પત્ર ‘ગોડ લેટર’ની કિંમત રૂ.૮ હજાર કરોડથી પણ વધુ છે. આ પત્રમાં તેમણે ચા પીવા તેમના સહયોગીને આમંત્રિત કર્યા છે. પત્રમાં આઈનસ્ટાઈનનાં હસ્તાક્ષર છે. અમેરિકાના કે.આરઆર ઓકશન મુજબ આ પત્રમાં આઈનસ્ટાઈનને રીસિમબાચ અને તેમની પત્નીને ચા પીવા આમંત્રણ આપ્યું છે. પત્રમાં ૧૯ ઓકટોબર ૧૯૨૮ની તારીખ લખવામાં આવી છે.

આ પત્ર તે સમયે લખવામાં આવ્યો હતો જયારે આઈનસ્ટાઈન રીસિનબાચ અને ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિક અર્વિન શ્રોડિન્ગર હમ્બોલ્ટ બર્લિન વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા. આઈન સ્ટાઈને પત્રમાં લખ્યું હતું કે, મને લાગે છે કે તમે મારા સિઘ્ધાંતોમાં જે તર્ક સંગત પ્રસ્તુત કરો છો તે વાસ્તવમાં સંભવ છે.

પરંતુ તે એટલું આસાન પણ નથી. મહત્વનું છે કે આઈનસ્ટાઈને આ પત્રમાં પોતાનું અભિવાદન પણ સ્વહસ્તે લખ્યું છે અને તેની સાથે જ પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે અને એક સંક્ષિપ્ત પંકિત પણ લખી છે. જેમાં તેમણે લખ્યું છે કે હું વ્યકિતગત‚પે હેબર સાથે વાત કરુ છું.

ઉલ્લેખનીય છે કે કિર અગાઉ ડિસેમ્બરમાં પણ તેમના પત્રની નિલામી થઈ હતી અને તેમના દોઢ પાનાના પત્રની કિંમત ૧ મિલીયન ડોલરથી ૧.૫ મિલીયન ડોલર થઈ હતી. તેમના પત્રોની નિલામીમાં ૨૦૦૮માં ૪૦૪ હજાર ડોલરની કમાણી થઈ હતી.

આ અંગે ઓકશન હાઉસના પીટર કલામેટે કહ્યું કે, આલ્બર્ટ આઈન સ્ટાઈનના પત્રોમાં આપેલા તેમના સ્ટેટમેન્ટ ખુબ જ રોચક હોય છે તે ધર્મ અને વિજ્ઞાનને એક સાથે જોડીને ચર્ચા કરે છે. મહત્વનું છે કે આઈન સ્ટાઈનના લેટર સાંધાઈથી ન્યુયોર્ક આમ જનતા માટે ૩૦ નવેમ્બર થી ૩ ડિસેમ્બરે ખુલ્લા મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.