Abtak Media Google News

માણાવદર તાલુકાના નાનડીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર થતી માટીની ચોરી તંત્રે ઝડપી લઇ લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ અંગે જાણવા મળતી વિગતો મુજબ માણાવદર ના નાનડીયા ગામની સીમમાં બાલાગામ ગારીના રસ્તે બન્ને બાજુ તળાવ આવેલ છે આ બન્ને તળાવ ની વચ્ચે આવેલ સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ થતુ હોવાની બાતમી મળતા જ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા નાં માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દેવીલાલ ચૌધરી, માણાવદર મામલતદાર વાય.પી. જોષી, માણાવદર પોલીસ સ્ટેશનના નવ નિયુકત પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી , નાયબ મામલતદાર પી.વી. શીંગડીયા , હિરેન મેંદપરા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો અને ગેરકાયદેસર માટી ભરીને જતા આઠ ટ્રેક્ટર અને એક જેસીબી ને ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. આ સરકારી ખરાબાની જમીન માં ગેરકાયદેસર રીતે છેલ્લા ત્રણ દિવસ થી ખોદકામ કરવામાં આવી રહયું હોવાનુ  જાણવા મળે છે અને ૬૦ ટ્રેકટર માટી અન્યત્ર ઠાલવી દેવામાં આવી હતી તંત્રની આ કામગીરી થી ખનીજ માફીયા ઑમાં ફફડાટ ફેલાયો હતો. આ જમીનની બાજુના તળાવમાં આ લોકો ને માટી કાઢવાની પરમીટ આપી હતી પરંતુ અન્ય જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહયું હતુ …

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.