Abtak Media Google News

ધ્રોલના લતીપર રોડ પાસે આવેલી એક વાડીમાંથી એલસીબીએ આઠ શખ્સોને ગંજીપાના કૂટતા પકડી લીધા છે.

જામજોધપુરના મેવાસા-આંબરડી તેમજ કાલાવડના મુળીલા, બામણ તેમજ જામનગર તાલુકાના વંથલીમાં પોલીસે જુગાર અંગે ચાર દરોડા પાડી ચોત્રીસ શખ્સોને પત્તા કૂટતા પકડી પાડયા છે.

કબજામાંથી રૂ.દોઢેક લાખની રકમ કબજે કરવામાં આવી છે.

ધ્રોલ તાલુકાના લતીપર-માણેકપર રોડ નજીક આવેલી મનોજસિંહ પરમારની વાડીમાં સ્થાનિક ગુન્હાશોધક શાખાની પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તે વાડીમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સમીર ઈબ્રાહીમ મેમણ, મહેશ ધરમશીભાઈ નેગાંધી, સુરેશ રેવાજતી ગોસાઈ, કારાભાઈ લધુભાઈ ભરવાડ, રજનીભાઈ વસરામભાઈ વરૃ, રઝાક જુસબ મેમણ, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ચુડાસમા અને દિનેશસિંહ હરપ્રતાપસિંહ ગોહિલ નામના આઠ શખ્સો મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ.94,700 રોકડા ઝબ્બે લીધા છે. આઠેય શખ્સો સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ- ૪, પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે અને નાસી ગયેલા વાડી માલિકની શોધ શરૃ કરવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના મેવાણા-આંબરડી ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ત્રાટકેલા પોલીસ કાફલાએ ત્યાંથી જીતુભાઈ નારણભાઈ ધારાણી, વાલજીભાઈ પોલાભાઈ વાવેચા, દીપક હરેશભાઈ કોળી, અજય મુકેશભાઈ પંચાસરા, સતાભાઈ રામાભાઈ ગઢવી, પિયુષભાઈ ગોકળભાઈ કોળી, મુકેશ બચુભાઈ કોળી, ભાવેશ હરેશભાઈ કોળી, ભરત બટુકભાઈ ચૌહાણ, હકાભાઈ પૂનાભાઈ કોળી, મનસુખ પોલાભાઈ ચૌહાણ, કરશન મેપાભાઈ સહિતના ચૌદ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા પકડી બે પટમાંથી રૂ.10600 રોકડા કબજે કર્યા છે.

જામનગર તાલુકાના જામવંથલી ગામમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા નારણ ગોવિંદભાઈ ટોરિયા, કેતન હસમુખભાઈ સોલંકી, જીજ્ઞેશ કિશોરભાઈ ગોસાઈ, કેશવ મોહનભાઈ કોળી, પરબત ભૂરાભાઈ ભરવાડ, રામજી કરણાભાઈ રાઠોડ નામના છ શખ્સોને પકડી લઈ પોલીસે પટમાંથી રૃા.૨૨૮૦, આરોપીઓના કબજામાંથી રૃા.૧૪૯૦૦ મળી કુલ રૃા.૧૭૧૮૦ની રોકડ કબજે કરી છે.

કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં આવેલા અશ્વિનભાઈ લાખાભાઈ પટેલના મકાન જાહેરમાં જુગાર રમતા અશ્વિન લાખાભાઈ, હરસુખ રામજીભાઈ પટેલ, મગન પાંચાભાઈ પટેલ, રમેશ મોહનભાઈ પટેલ, ભાવેશ ગિરધરભાઈ પટેલ, જમન રણછોડભાઈ પટેલ તથા હરસુખ બચુભાઈ સાવલિયા નામના સાત શખ્સોને પોલીસે પટમાંથી રૃા.૨૩૬૫૦ રોકડા ઝબ્બે લીધા છે.

કાલાવડ તાલુકાના બામણ ગામમાંથી ગઈરાત્રે જાહેરમાં જુગાર રમતા વજુભાઈ ડાયાભાઈ પટેલ, રાજુભાઈ છગનભાઈ પટેલ, મુકેશ પરસોત્તમભાઈ પટેલ, સુરેશ ચનાભાઈ પટેલ, સાહિલ રસીકભાઈ પટેલ, વિજય બચુભાઈ પટેલ અને અરવિંદભાઈ લાખાભાઈ પટેલ નામના સાત શખ્સોને પોલીસે પકડી પટમાંથી રૃા.૧૮૨૬૦ કબજે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.