Abtak Media Google News

સલાયાના ચુડેશ્વર ગામની સીમમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂ ૮૦,૨૫૦ની રોકડ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

સલાયાના ચુડેશ્વર ગામની સીમમાંથી જુગાર રમતા જીવા પાલા ચાવડા, રમેશ ભીખા ચાવડા, ધાના ભીખા આંબલીયા, દેવશી માલદે ગોજીયા, વલા દુલા મથુરા, નાથા લખુ પતાણી, ભીમા હરદાસ પતાણી, રાયદે માણસુર કારીયાને રોકડા રૂ ૮૦,૨૫૦ તથા મોટર સાયકલ નંગ.-૪ કિ.રૂ.૭૫૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ.૮ કિં.૧૩,૫૦૦ મળી કુલ રૂ.૧,૬૮,૭૫૦ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.