દરેડ વિસ્તારના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં ઉદ્યોગપતિ સહિત વધુ આઠની ધરપકડ

એક દબાણકારે ‘ઈન્ટરનેશનલ સ્કૂલ’ ખડકી દીધી

દરેડના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં એક ઉદ્યોગપતિ સહિત વધુ આઠની ધરપકડ કરવામાં આવી છે. જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવા અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કુલ ૬૪ પ્લોટ ધારકો સામે ગુનો દાખલ કરાયા બાદ બે મહિલા સહિત ૨૪ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.દરમ્યાન પોલીસે મંગળવારે એક જાણીતા ઉદ્યોગપતિ સહિત વધુ આઠ શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર નજીકના દરેડ ગામે આવેલ સર્વે ન.૧૩૧ અને ૧૩૨ વાળી જગ્યા પર અનઅધિકૃત રીતે દબાણ કરી લેવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા જાતે ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગ એકટ અંગેનો પ્રથમ દાખલ કરાયા બાદ બે મહિલા સહિત ૨૪ આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે.આ પ્રકરણમાં પોલીસે એક ઉદ્યોગપતિ સહિત વધુ આઠ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી.જેમાં ઉદ્યોગપતિ હનીફ હુસેનભાઈ પતાણી કે જેઓ દબાણવારી જગ્યામાં બનાવાયેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સંકળાયેલ હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.  આ ઉપરાંત હબીબ કારીમભાઈ ખફી, હનીફ કાસમભાઈ ખફી, હનીફ સુલેમાનભાઈ ખફી, ગફાર ફકીરમામદ મેકાણી, કાસમ ઉમરભાઈ ખફી, મુસા ફકીરભાઈ ખફી,મામદ ઉમરભાઈ ખફી સહિત આઠેય શખ્સોની પોલીસે અટકાયત કરી તમામ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ પ્રકરણમાં પોલીસ દ્વારા અલગ-અલગ ટિમો બનાવી આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે.

Loading...