Abtak Media Google News

પાકિસ્તાની ચાચીયાઓની નાપાક હરકતથી માછીમારોમાં  ફફડાટ

આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી છેલ્લા બે દિવસમાં આઠ બોટો અને ૪૪ ખલાસીના અપહરણ થતાં માચ્છીમારો ચોકી ઉઠયા હતા. ૧૦૨૭ બોટો અને પપ૦ માચ્છીમારો પાકિસ્તાનના કબજામાં છે. આજે આ વધારાની આઠ બોટો નો વધારો થયો છે. વર્ષોથી પકડા પકડીના ખેલ ચાલે છે.

કરોડો ‚પિયાનું હુડીયામણ કમાવી આપતો અને લાખો લોકોને રોજી રોટી પુરી પાડતો આ માચ્છીમારી ઉઘોગ ભગવાન ભરોશે ચાલે છે સરહદોની સુરક્ષા તો દુર રહી અહી કિનારાઓ પણ રેઠા પટ જોવા મળે છે. અહીં ઓખા માચ્વીમારી બંદરના કિનારા પર અને પાકી જેટીઓ ધમધમી રહી છે. હજારોની સંખ્યામાં પાકા દંગા અને પાકકા મકાનો કીનરા ને અડીને બની ગયા છે. કરોડો રૂપિયાનો ભુ માફીયાઓ ભાડા વસુલીના ગોરખધંધા ચાલે છે. અહીં પાલિકા દ્વારા બે નંબરી કરોડોનો વેરા વસુલવામાં આવે છે. અહીં આ ૧ર૦ કી.મી.નો વિશાળ દરીયા કિનારો કોની માલીકીનો છે તે પણ તંત્ર ને તો શું દેશની સુરક્ષા એન્જશીના ઉચ્ચ અધિકારીઓને પણ નથી.

આટલેથી ઓછું હોય તમે અહીંની બોટોની આવન જાવન ખલાસી પાસ, ડીઝલપાસ, દગાની યાદી બોટ રજીસ્ટ્રશક જેવી મહત્વની કામગીરી કરતી મત્સ્યધોગની કચેરીની હાલત ખંડેર બની છે. અને આ કચેરીના તમામ કામગીરી કાઠાપર તબુ રાખી ને સીકયુરીટી ગાર્ડના ભરોસે કરવામાં આવે છે. અહીં પણ બોટોની આવન જાવન બોટ રજીસ્ટ્રેશન, ખલાસી પાસ જેવી મહત્વની કામગીરીના ભાવો ટેબલ નીચેથી ફીક્ષ થાય છે જો અહીં જરુરી કાર્યવાહી કરવામાં આવે તો દેશના સવથી મોટો ભ્રષ્ટાચારી કૌભાંડોનો પર્દાફાશ થાય તેમ છે. પણ આ કામ કરે કોણ?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.