Abtak Media Google News

‘ઈદ ઉલ જુહા’ અરબી અનુવાદ અનુસાર ‘ઈદ ઉલ જુહા’ નો અર્થ બલિદાનનો તહેવાર થાય છે જેથી બકરી ઈદને બલિદાનનો તહેવાર પણ કહેવાય છે ઈબ્રાહિમ ઈશ્વરની આજ્ઞાપાલન કરવા માટે પોતાના પુત્રનું બલિદાન આપવા સન્માનિત કરે છે. સમગ્ર દેશમાં મુસ્લિમો પ્રબોધક ઇબ્રાહિમની સર્વોચ્ચ ઉજવણી માટે બકરીનું બલિદાન કરે છે.આપણે બધા એ તો જાણીએ છીએ કે બકરીનું બલિદાન કરવામાં આવે છે પરંતુ શું આપણે એ જાણીએ છીએ શા માટે ? તો ચાલો આજે અમે તમને જણાવીશું કે શા માટે મુસ્લિમ ધર્મના લોકો બકરીનું બલિદાન આપે છે. ‘ઈદ ઉલ જુહા’ અથવા ‘બકરા ઇદ’ એ સમગ્ર વિશ્વમાં મુસ્લિમો માટેનો એક ખૂબ જ સમૃદ્ધ તહેવાર હોવાનું કહેવાય છે કારણ કે તે અલ્લાહના સૌથી અનુકૂળ પ્રશંસકો ઇબ્રાહિમને માન આપે છે Eid Ul Fitrઈસ્લામી માન્યતા મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે આંખ પરની પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો. વેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. Thequint2F2017 082F61Bfb3A9 8E1A 4644 805D F3502560C0Ed2F15Fc2074 Ae8D 4Ead 918A 162065B52Ffd

અલ્લાહએ તેને હેમ આપ્યો પુત્રના બદલે એક પ્રાણીનું બલિદાન આપવાનો હેમ આપ્યો તેથી બકરીનું બલિદાન આપવામાં આવે છે  તે દિવસે, લોકો અલ્લાહ અને સન્માન ઇબ્રાહિમને તેમનું સન્માન આપવા દર વર્ષે એક બકરીનું બલિદાન આપે છે. એવું કહેવાય છે કે બલિદાનના દિવસે ,કોઈ ભૂખ્યુંના રહેવું જોઈએ માટે પ્રાણીનું બલિદાન ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે જેનો એક ભાગ ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે અને બીજો ભાગ સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને આપવામાં આવે છે બાકીનો ભાગ પરિવારના સભ્યો સાથે વહેચવામાં આવે છે.1467881934 People Celebrate Eid Al Fitr Jama Masjid Khairuddin Mosque Amritsar 1

આ દિવસે મુસ્લિમ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે તેઓ નવા કપડાં પહેરે છે અલ્લાહ પાસે પ્રાર્થના કરે છે પ્રાર્થના બાદ તેઓ એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવે છે આ રીતે તેઓ પોતાનો પૂરો દિવસ આનંદ ઉલ્લાસ દ્વારા પસાર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.