Abtak Media Google News

‘ઇદ મુબારક’

ઇદ-ઉલ-ફિત્ર (રમજાન ઇદ)ના પવિત્ર અવસરે ‘અબતક પરિવાર’સૌ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદી પાઠવે છે.

રમઝાનના પવિત્ર રોઝાની પૂર્ણાંહુતી બાદ બુધવારે દેશભરમાં ઈદની ઉજવણી થઈ રહી છે. મંગળવારે સાંજે ચંદ્રદર્શનના પગલે દિલ્હીના જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ એહમદ બુખારીએ ચાંદ કમીટીના સભ્યો સાથે ચર્ચા કરીને આજે બુધવારે ઈદની ઉજવણીનું ઈલાન કર્યું હતુ. મંગળવારે સાંજે ચાંદ દેખાઈ જતા દિલ્હી સહિત દેશના તમામ શહેરોમા ઈદની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી.

Dsc 1153

ઉદુલફિત્રનો તહેવાર શાંતિ અને ભાઈ ચારાનો પ્રતિક માનવામાં આવે છે. આ તહેવાર રમજાનના એક મહિનાનારોઝા અને ઈબાદત બાદ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ઉજવવામાં આવતા આ આનંદ ઉત્સવમાં અલ્લાહના બંદાઓ ઈદગાહ ને મસ્જિદો ઈદની નમાઝ અદા કરે છે. દેશભરમાં આજે ઉલ્લાસમય વાતાવરણમાં સવારે સાડાસાતથી સાડાનવ દરમિયાન દેશની તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ, ખુત્બાઓ યોજાયા હતા. દાનપૂણ્ય અને ભાઈચારાના સંદેશ સાથે દેશમાં તમામ શહેરો અને ગામો મસ્જિદોમાં ઈદની નમાઝ બાદ ઠેર ઠેર ભાઈચારાના પ્રતિક સમા ઈદ મિલનના કાર્યક્રમો યોજાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાહુલ ગાંધી અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુસ્લીમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી હતી.

મુસ્લિમોના પવિત્ર રમઝાન માસના અંતે બિરાદરોએ આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી છે. મોટી સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજે વિશેષ નમાઝ અદા કરી દુઆઓ કરી છે. અને પોત પોતાની ઈદગાહોમાં જઈ પૂણ્યનું ભાથુ બાંધ્યું છે.

દાઉદી વ્હોરા સમાજે ગઈકાલે ફઝરની નમાઝ પઢી હતી. દરેક મસ્જિદોમાં બિરાદરોએ એકબીજાને ઉમળકાભેર ભેટી મુબારકબાદી આપી હતી. દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂએ બદરી મસ્જિદમાં નમાઝ પઢાવી હતી. રાજકોટમાં બુરહાનિયા, કુત્બી, નજમી સહિતની પંદર મસ્જિદોમાં રમઝાન માસની પવિત્ર ઈદ ઉજવાઈ હતી.

આજે વહેલી સવારે જસદણ, આટકોટ, વિંછીયા, ભાડલા પંથકમાં ઈદની વિશેષ નમાઝ અદા કરી બહોળી સંખ્યામાં સુન્ની મુસ્લિમ બિરાદરોએ અલ્લાહનો આભાર માનેલ હતો. ગત છેલ્લા એક માસથી ધોમધગતા તાપમાં મુસ્લિમ સમાજએ આકરા રોઝા કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતુ અને પોતાની કમાણીમાંથી પવિત્ર ધર્મગ્રંથ કુર્આન શરીફના આદેશ મુજબ યથાશકિત ગરીબોને દાન કરેલ હતુ આજે ઈદના દિવસે પાક અને નવા વસ્ત્રો ધારણ કરી નમાઝ અદા કરી દેશની પ્રગતિ માટે દુઆ કરી હતી આ અવસરે હુસામુદીન કપાસી, હિતેશ ગોસાઈ ગજેન્દ્રભાઈ રામાણી સહિતનાઓએ પવિત્ર ઈદની મુબારકબાદી પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.