Abtak Media Google News

તહેરોની રંગત જ કઈક આલગ હોય છે અને દરેક તહેવાર એક પરંપરાને આધીન ઉજવવામાં આવે છે, એ પાહિ હિંદુનો, ખ્રિસ્તીનો,શિખનો,હોય કે મુસલમાનનો હોય. તહેવારનું એક અલગ જ મહત્વ રહેલું હોય જેમાં ધાર્મિક રીતરિવાજોની સાથે સાથે પરિવારિક મહત્વ પણ રહેલું હોય છે. દુનિયાની બીજા નંબરની વસ્તીમાં મુસ્લિમ ધર્મ પાળતા દેશોનું નામ આવે છે, અને તેનો પવિત્ર તહેવાર એટલે ઈદ. ઈદમાં સામાન્ય રીતે લોકો એકબીજાને મળે છે, સાથે ભોજન કરે છે અને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવે છે, પરંતુ વિશ્વભરમાં ઈદ ઉજવવામાં આવે છે તો આવો જાણીએ કે વિશ્વના વિવિધ દેશોમાં કેવી વિવિધતાથી ઈદને ઉજવવામાં  આવે છે…???

સાઉથ ઈસ્ટ એસિયા …

Eid Post Jpg

સાઉથ ઈસ્ટ એસિયાના વિવિધ દેશ, બ્રુનેઈ, ઇન્ડોનેસિયા, મલેસિયા અને સિંગાપુરમાં ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ઇન્ડોનેસિયામાં આ તહેવારને લિબરર તરીકે ઓળખવામાં આવે છે. તહેરનું ભોજન પણ એક ખાસ મહતવા ધરાવે છે અહી જેના માટે અહીના લોકો મીટની વિવિધ કરી બનાવે છે તેમજ કેટપેટ, ડોડોલ નામની મીઠાઈ અને વાંસમાં પકાવેલા ભાત જે લેમેંગ તરીકે પ્રખ્યાત છે તે બનાવે છે.

ઈજિપ્ત…Mezza

ઈજીપ્તમાં ઈદ ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. અને જે લોકોએ રમઝાનના પવિત્ર માહિનામાં ઉપવાસ રાખ્યા હોય છે તે લોકો અહી પારંપારિક ફૂડ જેમકે ફટા કે જે ભાત,મીટ,ડુંગળી,અને વિનેગારના વ્યંજનમાથી બનાવવામાં આવે છે આ ઉપરાંત કાહક એક પ્રકારની પારંપારિક રીતે બનાવવામાં આવતી કૂકીસ છે તે બનાવીને તહેવાર ઉજવે છે.

ઈરાક…

ઇરાકમાં ઈદ અને રમઝાન સાથે જોડાયેલા તમામ તહેવારોમાં ખજૂરને વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત ક્લિચા નામની મીઠાઇ બનાવવામાં આવે છે , જેમાં સુકોમેવો અને ખજૂર નાખવામાં આવે છે અને ગુલાબનું એસેન્સ પણ ઉમેરવામાં આવે છે. આ વાનગી ત્યની પારંપારિક વાનગી છે અને ઈદ પર ખાસ બનાવવામાં આવે છે.

અફઘાનિસ્તાન…

Dsc02002 અફઘાનિસ્તાનમાં કઈક અલગ અંદાજમાં જ ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે જ્યાં લોકો એક ખુલા મેદાનમાં પુરુષ ભેગા થાય છે અને બાફેલા સખત થયેલા ઈંડા એકબીજાને મારે છે.

બર્મા…
Tumblr N9Fx2Fzdix1R4E46Ro5 1280 2
બારમાંના લોકોને ઈદના તહેવાર માટે સૂજીમાથી બનવેલી મીઠાઇ ખાવાનું ખુબજ પસંદ છે. એ સાથે જ પારંપારિક રીતે બનાવેલી બિરયાની જેમાં મીટઅને સુકામેવાનો ઉપયોગ થયેલો હોય છે એ બનાવવાનું અને આરોગવાનુ ચુકતા નથી.

ટર્કી…

6324ટર્કીમાં ઈદ સેકર બેરામી તરીકે ઓળખાય છે. અહી આ તહેવાર પારંપારિક મીઠાઈને સમર્પિત કરવામાં આવ્યો હોય તેમ ઉજવાય છે, જેમાં બાળકો સગાવહાલા અને પડોશીના ઘરે જાય છે અને તેઓ બાળકોને ત્યની મીઠાઇ ટર્કીશ બાક્લાવા ખવડાવે છે સાથે સાથે આશીર્વાદ અને પ્રેમ આપે છે.

સાઉદી અરેબિયા…

Ramadan Food Recipesસાઉદી અરેબિયામાં ખરા દિલથી ઈદની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં લોકો ઘરની બહાર ભેગા થઈને પાડોશીઓ સાથે મળીને ભોજન કરે છે

સોમાલિયા…

Sheer Khurma

સોમાલિયામાં ખૂબ પરંપરાગત રીતે ઈદની ઉજવણી કારવામાં આવે છે, જેમાં લોકો ત્યાનો પ્રખ્યાત હળવો બનાવે છે અને સાથે મળીને હરખથી ખાય છે.

ઈન્ડિયાMaxresdefault 16

ભારતમાં ઈદ ઉજવવાનો અલગ જ અંદાજ છે જેમાં ચાંદ રાતના દિવસે મુસ્લિમ સ્ત્રીઓ હાત્મ સુંદર મહેંદી લગાવે છે અને એકબીજાને રૂપિયા અને મીઠાઈના સ્વરૂપમાં ભેટ આપે છે. મહેમાનોનું સ્વાગત પારંપારિક મીઠાઇ સેવખુરમુ ખવડાવી કરવામાં આવે છે.  અને ભોજનમાં કબાબ,નિહારી,હાલીમ અને અનેકવિધ પકવાન પણ બનાવી ખવડાવમાં આવે અને સાથે સાથે ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.