સૌરાષ્ટ્રભરમાં કોમી એખલાસભર્યા વાતાવરણ વચ્ચે ઈદે મિલાદની ઉજવણી

ગામે-ગામ વિશાળ જૂલુસ નિકળ્યા, ઠેર-ઠેર ન્યાઝ અને વાએઝના કાર્યક્રમો યોજાયા

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે કોમી એખલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ઈસ્માલ ધર્મના સપક હઝરત મહોમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લીમ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર ઝુલુસ નિકળ્યા હતા. ઉપરાંત ન્યાઝ અને વાયેઝના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. આ વેળાએ મસ્જીદોને રંગબેરંગી રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો.

પડધરી

મહમદ પયગંમ્બર સાહેબના જન્મદીને મુસ્લિમ બીરાદરો દ્વારા  નીકળેલ  ઈદ -એ-મીલાદ-ઉન- નબી નુ જુલુસ પડધરીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કાઢવામાં આવ્યું હતું.  આ જુલુસમાં પડધરી શહેર અને આજુબાજુના ગામડાંના મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.  ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે બેન્ડ-વાજા વગાડી ફટાકડા ફોડી પડધરી મેઇન રોડ ઉપર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. પડધરી મેઇન દરવાજા પાસે ૨૫ કિલોની મોટી કેક કાપી ઈદની ઉજવણી કરી હતી.

સુરેન્દ્રનગર

મુસ્લિમ ધર્મ ના પ્યારા આકા નબી એ પાક સ.અ.વ ના જન્મ દિવસ ના મુબારક પ્રસંગે નબીસાહેબે સમગ્ર વિશ્વ ને આપેલા મહોબ્બત ના પૈગામ મુજબ આયોજીત પ્રોજેક્ટ મહ્હોબત્ત અંતરગત મેમણ જમાત ના સહયોગ થી સુરેન્દ્રનગર ઙબલ્યુએમઓ સીટી ચેરમેન કાદરભાઈ જીંદાણી અને ઙબલ્યુએમઓ યુથ વીંગ પ્રેસીઙેન્ટ ફેઝાન જીંદાણી ના માર્ગદર્શન થી સુરેન્દ્રનગર ઙબલ્યુએમઓ યુથ વિંગ તરફથી સુરેન્દ્રનગર ની હોસ્પીટલો મા ગરીબ દર્દીઓને ફ્રુટ-દુધ-બીસ્કીટ ની ૩૦૦ કીટ નુ વિતરણ કરવામા આવીયું હતું.

ધ્રાંગધ્રા

ધ્રાગધ્રા શહેરમા પણ અનેક મુશ્લીમ ભાઇઓ દર વષઁની માફક ઝુલુસ નિકાળ્યુ હતુ જેમા શહેર તથા આજુબાજુના અનેક મુશ્લીમ સમાજના મહિલા, બાળકો તથા ભાઇઓ મોટી સંખ્યામા ઝુલુસની સાથે જોડાયા હતા. ઇદે મિલાદના ઝુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ ખડે પગે રહ્યા હતા. સવારથી શરુ થયેલ લાંબી કતારોમા ઝુલુસ બપોરના સમયે સમગ્ર શહેરની મુખ્ય બજારોમા ફરીને શાંતિપુણઁ રીતે સંપન્ન થયુ હતુ.

માણાવદર

માણાવદર મુસ્લીમ સમાજના પ્રમુખ હુસેન દલ તરફથી સમસ્ત મુસ્લીમ સમાજ,  સમાજના યુવાનો,  સમાજની સમિતિના સભ્યો, હિન્દુ સમાજના આગેવાનો, નગર પાલીકાના પ્રમુખ/સભ્યો, માણાવદરના  પોલીસ સ્ટાફ વિગેરે તમામનો આભાર માનવામાં આવ્યો હતો.

માધવપુર

પોરબંદર ના માધવપુર ઘેડ ખાતે સુની મુસ્લિમ ની એકતાથી હરસાલ ની જેમ આ વર્ષે પણ ઈદે મીલાદુનનબી ની શાનદાર ઉજવણી કરવા માં આવી હતી.

રાજુલા

રાજુલા મુસ્લિમ બિરાદરો દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમા રાજુલાના ડોળીનો પટ, બીડી કામદાર, તવકકલ નગર, સલાટવાડા તેમજ મફતપરા વિસ્તારમાંથી જુલુસ નિકાળવામાં આવેલ ત્યાર બાદ તવકકલ નગરમાં આમ નિયાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ.

Loading...