સૌરાષ્ટ્રમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સલામતી સાથે ઇદની ઉજવણી

ઉપલેટાની મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઇદની નમાઝ પઢાઇ

રમઝાન ઇદની નમાઝ મસ્જિદમાં અદા કરવાને બદલે કોરોનાથી બચવા મુસ્લિમ સમુદાયે ઘરમાં જ નમાઝ પઢી

સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે મસ્જીદ મંદિરોના દરવાજા સિમિત માણસો સિવાય બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મુસ્લીમ સમાજના પવિત્ર રમજાન માસની આજે શહેરની તાડવાલી મસ્જીદમાં ઇદુલ ફિગની નમાજ અદા કરાઇ હતી. આજરોજ સૌરાષ્ટ્રના મોટાભાગના બિરાદરોએ ઘરમાં જ રહી નમાઝ પઢી ઇદ ઉજવી છે.

ઉપલેટા શહેરમાં દર વર્ષે હજાર મુસ્લીમ ભાઇઓ પવિત્ર રમજાન માસની ઇદની નમાજ મસ્જીદોની બહાર શેરીઓ જાહેર માર્ગો પર અદા કરે છે. પણ આ વર્ષે કોરનાના કહેરને કારણે સરકારની ગાઇડ લાઇન મુજબ શહેરની તાડવાલી મસ્જીદમાં વહેલી સવારે ઇદની નમાઝ પઢી લીધા બાદ સવારે ૭.૩૦ કલાકે મુફતી મૌલાના ઉસ્માની હુશેની સાહેબે ઇદ ઉલ ફિગની નમાઝ પઢાવેલ અને હિન્દુસ્તાન અને વિશ્ર્વમાં સુખ શાંતિ સાથે દેશવાસીઓ કોરોના રોગથી મુકત રહે તેવી અલ્લાહને દુઆ કરી હતી. આજે શહેરમાં શેરીઓમાં નમાજ જોવા મળી નહોતી મસ્જીદોમાં પણ ચાર વ્યકિતઓએ સોશ્યલ ડિસ્ટન્સ  જાળવી નમાજ અદા કરી હતી. મોટા ભાગના મુસ્લીમ ભાઇઓએ વહેલી સવારે પોતાના ઘરે પરિવાર સાથે નમાઝ પઢી હતી.

બાળકોએ ઘરમાં રહી ઇદની શુભેચ્છાની આપ-લે કરી

હાલ કોરોના વાઇરસ કારણે દેશના તમામ નાના મોટા માણસને સોશ્યલ ડિન્ટન્સ જાળવવું ફરજીયાત બન્યું છે. ત્યારે ઉપલેટા શહેરમાં દર વર્ષે ઇદગાહ ખાતે હજારો મુસ્લીમ બિરદરો ઇદુલ ફિગની નમાઝ પઢી ગળે મળી ઇદ મુબારક પાઠવતા હોય છે. પણ કોરોનાને કારણે તે બંધ રાખી સોશ્યલ ડિન્ટન્સ જાળવી ઇદની શુભેચ્છાની આપ-લે કરી હતી. શહેરના તમામ મુસ્લીમ બિરાદરોએ સરકારની ગાઇડ લાઇન મુજબ ઇદગાહ મેદાનને બદલે પોત પોતાની ઘરમાં કે મહોલ્લામાં રહી ગળે મળવાને બદલે સોશ્યલ ડિન્ટન્સ જાળવી ઇદની શુભેચ્છા ની આપ-લે કરી હતી. તસ્વીરમાઁ મુસ્લીમ પરિવારના બાળકોને આજે સવારે શેરીઓમાં આવી પોતાના ભાઇબંધોને હાથ ના ઇશારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઇદની શુભેચ્છાની આપ-લે કરતા નજરે પડે છે.

Loading...