Abtak Media Google News

જીનીયસ સ્કૂલ પ્રેઝન્ટ એજયુકેશન અબતક

ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલના ડો.વિવેક સિંહારએ આદર્શ શિક્ષણ પઘ્ધતિ અંગે રસપ્રદ ચર્ચા કરી

જીનિયસ સ્કૂલ પ્રેઝેન્ટસ એજયુકેશન અબતક અંતર્ગત એજયુકેશનનાં અલગ-અલગ પાસા તથા તબકકાની માહિતી આપવામાં આવી હોય છે. જેમાં ઈનોવેટિવ ઈન્ટરનેશનલ સ્કૂલના ડો.વિવેક સિંહાર એજયુકેશન અબતકમાં જણાવે છે કે અત્યારની એજયુકેશન સિસ્ટમનો પ્રાયમરી ફોકસ, કન્ટેન્ટ, માર્કસ અને કોર્સ પુરતો જ છે. જયારે એજયુકેશન સિસ્ટમનો ફોકસ હેપ્પી સ્ટુડન્ટ, સ્કિલ સ્ટુડેન્ટ, કોન્ફીડન્ટ સ્ટુડન્ટ તથા ઓવર ઓલ ડેવલોપમેન્ટ ઓફ સ્ટુડન્ટ પર હોવું જોઈએ એજ યોગ્ય એજયુકેશન સિસ્ટમ છે.

For Paper Posterઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલનો લોગો છે ધી મેકર્સ ઓફ ટુમોરો એટલે કે વિદ્યાર્થીઓ જ આવતીકાલનું નિર્માણ કરે છે. જેનું વિઝન માર્કસ, કોર્સ, કન્ટેન્ટ  પર નહીં પરંતુ હેપ્પીનેશ, સ્કિલ, કોન્ફિડન્સ વગેરે હોવું જોઈએ. ઉપરાંત એક આઈડયલ (આદર્શ) એજયુકેશન સિસ્ટમનો વિઝન પણ આ બાબતો પર જ હોવો જોઈએ. અમે ત્રણ પેઢીથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છીએ જયારે ઈનોવેટીવ ઈન્ટરનેશન સ્કુલએ નવું સોપાન છે. જે ૬.૫ હેકરમાં ૬૨૦૦૦ સ્કવેરફુટની જગ્યામાં આધુનિક બાંધકામ ધરાવે છે. જેમાં કલાસરૂમ ઉપરાંત ફોર્ડ મોડેલ મોટાભાગની સ્કૂલો અમેરીકામાં ૨૦મી સદીની સેલ્સ એન્ડ બેલ્સની સિસ્ટમને અનુસરતા નથી. જેમાં કલાસરૂમ એટલે સેલ્સ અને બેલ વાગતાં જ ટીચર એકમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થાય. આ સેલ્સ બેલ્સની સિસ્ટમમાં એક જ પ્રકારનું કન્ટેન્ટ જે મકોલે મેડેલનું કન્ટેન્ટ છે. આ કન્ટેન્ટ વિદ્યાર્થીને આપવામાં આવે છે તેની પરીક્ષા કરવામાં આવે છે. આવી પરીક્ષામાં એક જ પ્રશ્ર્નપત્રના જવાબ બધા વિદ્યાર્થીઓએ આપવાના અને આવી પરીક્ષામાંથી માકર્સની ગણતરી થાય છે તેનું મુલ્યાંકન થાય છે. તેથી આ સેલ્સ અને બેલ્સનાં મોડેલ તથા મંકોલેના મકોલેનાં મેડલમાં ઘણી ખામીઓ છે.

આવી સિસ્ટમ અપનાવા પાછળનું કારણ એ હતું કે, ૨૦મી સદીમાં લોકોને એવું જ વર્ક કરવાનું હતું જેના તેને રિપીટેટીવ ટાસ્ક જ કરવાનું હતું આવા કાર્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે સ્કૂલોમાં આવી સિસ્ટમ હતી. બ્રિટીશરો દ્વારા આ સિસ્ટમ બનાવવામાં આવી હતી. કારણકે તેમને કલેરીકલ વર્ક કરવા ભારતીયોની જરૂર હતી. ૨૧મી સદીમાં સ્કીલવર્ક કરનારા લોકોની જરૂર છે તેથી અમારી સ્કૂલમાં સ્કીલ ડેવલોપમેન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓની સર્જનશકિત વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. પ્રાયમરીથી જ એન્ટરેપ્રેન્યોરશીપનું ભણતર કરાવવામાં આવશે. આ રીતે દર વર્ષે  વિદ્યાર્થીને જ એડમિશન મળશે જેથી બધા વિદ્યાર્થીઓ સાથે અંગત ધ્યાન આપી શકાય અમે ફિનલેન્ડ અમે રશિયાની એજયુકેશન સિસ્ટમ અપનાવી છે જયાં ઋષી પરંપરાને અનુસરે છે.

ઈનોવેટીવ સ્કૂલ પરિવારની રાજકોટમાં ૭ થી ૮ સ્કૂલો છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે તથા હજારો વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યાં છે. અહીં ઘણી બધી મર્યાદાઓ વચ્ચે કર્યા છે ત્યારે કાંઈક અલગ રીત અપનાવાની જરૂર જણાઈ હતી. જેના માટે ભારતની ૩૦ બેસ્ટ સ્કુલની મુલાકાત લીધી હતી. તેમજ ફિનલેન્ડ અને રશિયાની પણ મુલાકાત લીધી ત્યાંની બેસ્ટ સિસ્ટમ આપણે અપનાવી છે. આ સિસ્ટમને ઉપયોગમાં લેતા શિક્ષકો તથા વાલીઓની માન્યતા બદલાવવાની જરૂર છે.

આપણે વ્યકિતગત વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે. ઈન્ડિયાની એજયુકેશન સિસ્ટમ રેડિમેડ કપડા જેવી છે. જયારે વિદેશની એજયુ.સિસ્ટમ સિવડાવેલા કપડા જેવી છે. બધા વિદ્યાર્થી અલગ અમે સ્પેશિયલ હોઈ છે. તેથી વ્યકિતગત વિકાસમાં ધ્યાન આપવું જ પડશે. આપણા પ્રધાનમંત્રી પણ સ્કીલ ઈન્ડિયા પર ભાર દે છે. દર વર્ષે ૪૦ હજાર એન્જિનિયર્સમાંથી ૩ હજાર એન્જીનિયર પણ એમ્પ્લેયેબલ હોતા નથી. જાપાનીઝ કોન્સેપ્ટ ઈકીગાઈ છે ઓકીનાવા નામના આઈલેન્ડ પર દર ચાર માથી એક  ઉંમર ૧૦૦ વર્ષથી વધુ જ છે.

તેની પાછળનું તારણ તેની જીવન જીવવાની રીત છે. તેઓ ઈકીગાઈને ફોલો કરે છે. ઈકીગાઈ એટ્લે એવું કાર્ય કે જેને તમે ચાહો છો અને જેમાં તમને નિપુણ છો તેમજ જેની માટે તમને પૈસા મળે છે.

Vlcsnap 2018 05 19 12H38M25S187

ભારતનાં પરિવારોમાં એક કરતા વધારે બાળકો હોય છે. બાળકોને વ્યસ્ત રાખવાથી તેમની માતાને બીજા કામનો સમય મળતો હોય છે. બધા પ્લે હાઉસમાં જતા બાળકોને ફાયદાથી વધારે નુકસાન થાય છે. કારણકે પ્લેહાઉસ ચલાવતા લોકોને વધુ તાલીમ કે નોલેજ હોતુ નથી. બે બાળકને પેન્સિલ ઘુટતા શિખવવું એ પાપ છે. કોઈપણ બાળકને ત્રણ વર્ષ પછી જ પેન્સિલ હાથ દેવી જોઈએ. બાળકોને ઉંમર મુજબ જ શિક્ષણ સામગ્રી આપવી યોગ્ય છે. બાળકોને ગોખણપટ્ટી ન કરાવીને જે-તે વાત પાછળનું જ્ઞાન માહિતી આપવી યોગ્ય છે. ૬ વર્ષના બાળકને જ પહેલા ધોરણમાં મુકવો જોઈએ. જેથી બાળકને શિક્ષણ ઈન્ટરેસ્ટ તથા બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓએ તમારે જાતે જ ભવિષ્યનો નિર્ણય કરવાનો છે. અન્યની વાતમાં આવીને ભવિષ્ય નકકી ન કરવું જોઈએ. વિદ્યાર્થીએ મજા આવે એવી સ્કૂલમાં મજા આવે એવું જ ભણતર કરવું યોગ્ય છે. સગાવાલા, વાલીઓ, મિત્રો, શિક્ષકોની સલાહ લેવી જોઈએ પરંતુ ભવિષ્ય અંગેનો નિર્ણય તો વિદ્યાર્થીએ જાતે જ કરવો યોગ્ય છે.

રાજકોટમાં મેકર્સ સ્પેસવાળી આ ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ છે. જેમાં ૩ડી પેઈન્ટ, લેસર કટર વગેરે સ્માર્ટ બોર્ડ તથા લગભગ નવી તમામ ટેકનોલોજી છે તથા અપગ્રેડ પણ કરીશું. ઉપરાંત સંપૂર્ણ કેમ્પસ વાઈફાઈ છે તથા મોબાઈલ એપ્લિકેશન પણ છે. ઈનોવેટિવ ઈન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત માટે જનતાને આમંત્રણ છે. દરેક બાળકને પોતાનો ઈકીગાઈ મળે તેવી આશા છે એ બાબતે અમે માર્ગદર્શન આપીશું. ઈનોવેટિવ સ્કુલ હેપ્પી, કાઈન્ડ, રીસ્પેકટફુલ, કોન્ફીડન્ટ સ્કીલ વગેરે સ્ટુડન્ટસ ડેવલોપ કરવાનો ધ્યેય છે. અબતકનાં માધ્યમથી આ સુંદર શો માટે અભિનંદન તથા આભાર.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.